વ્યારમાં નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા પરીક્ષા કેન્દ્રની કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ નિરિક્ષણ કર્યું
તાપી જિલ્લામાં નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ
કુલ ૩૪ કેન્દ્રો પર 5290 એટલે કે કુલ 60.70 ટકા પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી જ્યારે 3426 એટલે કે 39.30 ટકા જેટલા ઉમેદવારો ગેરહજર રહ્યા
………..
માહિતી બ્યુરો, વ્યારા- તાપી તા.16 તાપી જિલ્લામાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પરીક્ષા તાપી જિલ્લાના વ્યારા ઝોન પરથી તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારે ૩૪ બિલ્ડીંગ ખાતે યોજાઇ હતી. જેમાં ૮૭૧૬ ઉમેદવારો માંથી 5290 એટલે કે કુલ 60.70 ટકા પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી જ્યારે કુલ 3426 એટલે કે 39.30 ટકા જેટલા ઉમેદવારો ગેરહજર રહા હતા.
શાંતિપુર્ણ માહોલમાં ઉમેદવારો પરિક્ષા આપી શકે તે માટે જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ વ્યારા મથકના કે.કે કદમ કન્યા વિદ્યાલય પરીક્ષા કેન્દ્રની મુલાકાત લિધી હતી. અને તમામ પરીક્ષાર્થીઓને કલેકટરશ્રી દવે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
000000