કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૧૦/૧૦/૨૦૨૨ થી ૧૫/૧૦/૨૦૨૨ દરમિયાન ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના કુલ 350 થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિ શ્રી ડૉ. ઝેડ. પી. પટેલ દ્વારા કૃષિ મેળા અને ડાંગર પાક પરિસંવાદમાં ઉપસ્થિત રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓની સરાહના કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે નવીન ટેકનોલોજીઓ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. એન. એમ. ચૌહાણ, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારી દ્વારા કૃષિલક્ષી QR કોડનું મહત્વ સમજાવાવમાં આવ્યું હતું અને જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ડૉ. ચૌહાણ દ્વારા કાર્યક્રમમાં અંતિમ દિવસે પશુપાલન શિબિરમાં ઉપસ્થિત રહી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી શુધ્ધ દૂધ ઉત્પાદન કરવા પશુપાલકોને પ્રેરિત કર્યા હતા.
ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્ર્મનું મહત્વ સમજાવી કૃષિક્ષેત્રે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનો વધારવા ખેડૂતોને હાકલ કરી હતી. વધુમાં ડૉ. પંડયાએ સમગ્ર સપ્તાહ દરમિયાન કરવામાં આવનાર કૃષિલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), દ્વારા કૃષિક્ષેત્રે માહિતી મેળવવાના સ્ત્રોત વિશે માહિતગાર કરી નવીન ટેકનોલજીઓનો ઉપયોગ કૃષિક્ષેત્રે કેવી રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કૃષિલક્ષી QR કોડ, કૃષિલક્ષી વેબસાઈટ અને કૃષિક્ષેત્રે સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી હતી. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) એ બાગાયતી પાકોમાં સંરક્ષિત ખેતી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા ડાંગરના પાકમાં સંકલિત રોગ જીવાત વિશે સમજણ આપવામાં આવી હતી. પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) એ મહિલાઓના શ્રમ ઘટે એ માટેના ખેતી ઓજારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને અગ્રીમ હરોળ નિદર્શન તરીકે સખી મંડળના બહેનોને ડાંગર ઝૂડવા માટેનું થ્રેશરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે સમજણ આપી બિજમૃત અને દશપર્ણ અર્ક બનાવવા અંગે પદ્ધતિ નિદર્શન કરી શીખવાડવ્યું હતું. ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષય ઉપર પશુપાલકોને સમજણ આપવામાં આવી હતી અને દૂધમાં ફેટ અને દૂધની માત્રા વધારવા માટેના ઇનપુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ અંતર્ગત કૃષિ પ્રદર્શનો, ફિલ્મ શો, સ્વચ્છતાઅંગેની સપથ, કેવિકેના ફાર્મ પર નિદર્શન એકમોની મુલાકાત તેમજ પ્રાકૃતિક કૃષિમાં ઇનપુટ બનાવવાનું પદ્ધતિ નિદર્શન કરાવી કૃષિલક્ષી જરૂરી માહિતીઓ ખેડૂતો સુધી પહોચાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વૈજ્ઞાનિકશ્રીઓના માર્ગદર્શન બદલ કેવિકે તાપી વતી આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other