સુબીર તાલુકાના કિરલી અને ઘાણાં ગામે બસ ન આવતા જિલ્લા કલેટરશ્રીને આવેદનપત્ર સોંપ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લાના આહવા ખાતે સુબીર તાલુકાના કિરલી અને ઘાણાં ગામ ના ગ્રામજનો અને મહિલા મંડળ દ્વારા ગામમાં ઘણાં સમયથી બસ ન આવવાના કારણે વિદ્યાથીઓ અને સામાન્ય જનતાને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય હેરાન પરેશાન થયેલ ગ્રામજનોએ ડાંગ જિલ્લા કલેટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નઈ આવશે તો ચુંટણી બહિષ્કાર કરવામાં આવશે અને તેના માટે ફક્ત ડાંગ જિલ્લા વહીવટ તંત્ર જવાબદાર રહેશે. આ તબક્કે કીરલી ગામના સક્રિય યુવા આગેવાન અમૂલ પવાર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આહવા થી કીરલી તેમજ આહવા થી ઘાણાં રૂટની બસ ચાલુ હતી તે રૂટની બસ બંધ કરવામાં આવી છે. જેના કારણે 1) આહવા થી કીરલી 2)આહવા થી ઘાણાં સુધીના રૂટના તમામ આદીવાસી ભાઈઓ બહેનોને અને ભણતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી ઊભી થઈ રહેલ છે. લવચાલી થી કીરલી સુધી 10 કી.મી અને મેઈન રોડ થી ઘાણાં 5 કી.મી ગામ સુધી પહોંચવાનો રસ્તો જંગલ વિસ્તાર હોય જેના કારણે જંગલી જાનવરોનો ભય રહેતો હોય છે.અને વિદ્યાર્થીઓ તથા મહિલાઓ અને વૃદ્ધ લોકોનો સુરક્ષાનો પણ ગંભીર પ્રશ્ન રહેતો હોય, ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે . આ તબક્કે ડાંગ જિલ્લાના આમ આદમી પાર્ટી ના સક્રિય આગેવાન એડવોકેટ સુનિલ ગામીત પણ હાજર રહી આ પ્રશ્ન બાબતે તટસ્થ રજૂઆત કરી હતી અને ડેપો મેનેજરને રૂબરૂ મુલાકાત કરી આ બાબતે નિરાકરણ માટે પ્રયાસ કર્યો હતો અને અંતે ડેપો મેનેજર દ્વારા ટૂંક સમયમાં બસ સેવા ચાલુ કરવાની ખાતરી આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other