વઘઈ તાલુકાની ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ 60 થી વધુ બાળકોને ફુડ પોઈઝીંગ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઈ તાલુકાની ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 60 થી વધુ બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થતાં વઘઇ હોસ્પિટલમાં વાલીઓની દોડધામ મચી. તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે વઘઇની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

અંબિકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડુંગરડા આશ્રમના બાળકોને ફુડ પોઈઝીંગ. અડદની દાળ, રોટલો, દાડ ભાત અપાયા બાદ બાળકોને અસર વાલીઓની ફરીયાદ. કાચો- પાકો ખોરાક પીરસાતો હોવાની વાલીઓ અને બાળાઓની ફરિયાદ. સંચાલકોએ ફ્રેશ ભોજન આપ્યું કહી બચાવ કર્યો. બાળકોને ખોરાકી ઝેરની અસર થવા લાગતા ઉલટી ઝાડા જેવી તકલીફો થવા લાગતાં એક પછી એક એમ કુલ 60 થી વધુ બાળકોને આશ્રમમાંથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ વાતની વાલીઓને ખબર પડતા જ વાલીઓ હોસ્ટેલે પહોંચવા લાગ્યા હતા. બાળકોને ફુડ પોઈઝીંગ થયાની જાણ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ પ્રભારી સિતાબેન નાયક તથા તાલુકા પંચાયત સદસ્ય, જીલ્લા સદસ્યોને થતાં વઘઈ રેફરલ હોસ્પિટલમાં દોડી આવી હાલ ચાલ પુછયા હતા. ફૂડ પોઈઝનિંગ ગ્રસ્ત બાળાઓને તાકિદે વઘઇની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરી દેવાઈ. આ ઘટનાના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વઘઈ સી.એચ.સી ના ફરજ પરના ડોકટર્સ સહિત સ્ટાફે ઝડપભેર સારવાર હાથ ધરી. 60 માંથી 15 થી વધુ બાળકોને વધુ સારવારની જરૂર હોય આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *