પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાય

Contact News Publisher

તાપી જિલ્લાના કુલ 12,227 લાભાર્થીઓને રૂ.55 કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા
………………….
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા. 14 તાપી જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે કુલ 12,227 લાભાર્થીઓને રૂ.55 કરોડની સાધન- સહાયના લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીને સીધેસીધો લાભ મળે છે. આખા ગુજરાતમાં આજદિન સુધી 12 તબક્કામાં ૧,૫૩૦ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ૧.૪૭ કરોડના લાભો જરૂરિયાતમંદોને રૂા.૨૬,૬૦૦ કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે, ત્યારે આજે ગરીબ કલ્યાણ મેળાના 13માં તબક્કા હેઠળ તાપી જિલ્લો ગુજરાતનો છેવાડાનો હોઇ આજે વિવિધ યોજનાના કુલ 12,227 લાભાર્થીઓને રૂ.55 કરોડની સહાય-સાધનોના લાભો હાથોહાથ આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લાના તમામ અધિકારીઓશ્રીઓ/પદાધીકારીશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોરોના કાળ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ જેવી તમામે તમામ યોજનાઓનો લાભ આપવામાં તાપી જિલ્લાના સરકારી તંત્ર અને પદાધિકારીઓ આગળ રહ્યા છે.
જિલ્લા પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વિવિધ વિકાસલકક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભો સીધી રીતે છેવાડાના જન જન સુધી પહોચાડવાનો આ શુભ અવસર ગરીબ કલ્યાણ મેળાના સ્વરૂપે મળ્યો છે ત્યારે ગરીબ પરીવારો પોતાની રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા વર્તમાન સરકાર કટીબધ્ધ છે. “સાચો લાભાર્થી રહી ના જાય અને ખોટો લાભાર્થી લઇ ના જાય” તેની પુરેપુરી તકેદારી સાથે જિલ્લાનું વહિવટી તંત્ર સાચા લાભાર્થીઓને શોધીને તેમને લાભ/સહાય આપવા માટે કટિબધ્ધ બન્યું છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયા એ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.ગરીબ કલ્યાણ મેળા દ્વારા અનેક લોકોના જીવન ધોરણ ઉપર લાવવામાં સરકારશ્રીનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. તાપી જિલ્લામાં આ વર્ષે 44,963 લાભાર્થીઓ કુલ 18 વિભાગની 96 યોજનાઓમાં નોધાયેલા છે. જે પૈકી આજે 55 કરોડના લાભો સ્ટેજ ઉપરથી અને સ્ટોલ ઉપરથી આપવામાં આવ્યા છે.
કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા દ્વારા કરવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતુ.
કાર્યક્રમમાં તાપી જિલ્લાના પદ્મશ્રી રમિલાબેન ગામીત, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, નાયબ વન સંરક્ષકશ્રી આંનદ કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર, પી.ઓ કમ ટીડીઓ દિપ્તી રાઠોડ, ડો. જયરામભાઇ ગામીત, કા.પા.ઇ.શ્રી મનિષ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી સરિતાબેન વસાવા,તા.પ.પ્ર.શ્રી જસુબેન ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર. એચ. રાઠવા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other