ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલ ભૂલકા મેળામાં પ્રથમ ક્રમે
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત સુરત દ્વારા ભૂલકા મેળો 2022 ચોર્યાસી તાલુકાનાં મોરા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત જિલ્લાનાં તમામ તાલુકાની આઈ.સી.ડી.એસ.શાખાએ સહર્ષ ભાગ લીધો હતો. દરેક તાલુકા દ્વારા વિવિધ પ્રકારનાં વિષયને ધ્યાનમાં રાખીને અનેક ટી.એલ.એમ. તથા મોડેલની રચના કરવામાં આવી હતી. જેમાં આઈ.સી.ડી.એસ.શાખાનાં કર્મચારીઓ દ્વારા ખુબજ મહેનત કરીને બનાવેલ જુદા જુદા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા.
સદર મેળામાં ચોર્યાસી ઘટક 1 નાં કૌશિકા પટેલે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ નયનાબેન સોંલકી દ્વારા ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખની એ છે કે આ અગાઉ જિલ્લા લેવલે 8 જિલ્લાનાં ભૂલકા મેળામાં પણ કૌશિકા પટેલે બાજી મારી હતી કે જેમણે શાકભાજી અને ફળોની થીમ પર ટી.એલ.એમ. બનાવેલ ટી.એલ.એમ. ગાંધીનગર ખાતે પસંદગી પામ્યા હતાં. તેમની આજરોજની સિદ્ધિને પણ સૌએ અભિનંદન આપી બિરદાવી હતી.