તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં ૮૧૪ લાભાર્થીઓને કૂલ-રૂ,૨૭૨૨.૦૨ લાખના લાભો ચુકવવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગની જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો અપાશે
………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૧-પ્રજાજનોને વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મળવાપાત્ર લાભો મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ માન.મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણાં હેઠળ તા.૧૪-૧૦-૨૦૨૨ના રોજ તાપી જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, તાપી દ્વારા જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભો આપવામાં આવશે.
જેમાં આગામી 14મી ઓકટોબરના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળા દરમ્યાનના આયુષ્યમાન કાર્ડના કૂલ-૬૯૧ લાભાર્થીઓને રૂ.૨૭૨૦.૫૧ લાખ, કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૫૩ લાભાર્થીઓને રૂ.૧.૦૨ લાખના લાભ, જનની સુરક્ષા યોજના હેઠળ ૭૦ લાભાર્થીઓને રૂ.૦.૪૯ લાખના લાભ આમ કૂલ-૮૧૪ લાભાર્થીઓને કૂલ-રૂ,૨૭૨૨.૦૨ લાખના લાભો ચુકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ કલ્યાણ મેળા પહેલાં આયુષ્યમાન કાર્ડના કૂલ ૫૧૦૦ લાભાર્થીઓને રૂ.૨૪૩૯૭.૯૩ લાખની સહાય ચુકવવામાં આવી છે. આ સાથે કસ્તુરબા પોષણ સહાય યોજના-૯૬૦ લાભાર્થીઓને રૂ.૨૯.૦૬ લાખ, જનની સુરક્ષા યોજના-૧૩૮૩ લાભાર્થીઓને રૂ.૪૯.૪૮ લાખ આમ કૂલ-૭૪૪૩ લાભાર્થીઓને કૂલ-રૂ,૨૪,૪૭૬.૪૭ લાખના લાભ ચુકવવામાં આવેલ છે.
બહુલ આદિજાતિ વસ્તી ધરાવતો તાપી જિલ્લો સૌપ્રથમ ૧૦૦ ટકા કોવિડ વેક્સિનેશનની સિધ્ધિ હાંસલ કરેલ છે. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તાપી જીલ્લામાં ૪૬૨૨૮૬ લક્ષ્યાંક સામે ૩૧૭૧૯૪ (૬૮.૬૧ ટકા) કાર્ડ ઈશ્યુ કરી સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવેલ છે. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વર્ષઃ૨૦૨૧-૨૨માં ૩૦૩૪ લાભાર્થીઓએ કલેઈમ કરી રૂ. ૬,૪૮,૬૦,૪૨૫/- નો લાભ મેળવેલ છે. તાપી જીલ્લામાં દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનું પણ આયોજન છે.
000000000000000