રોટરી ક્લબ ઓફ વ્યારા, ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા અને રોટરેકટ ક્લબ ઓફ વ્યારાના સંયુક્ત ઉપક્રમે મહા પસ્તી કલેક્શન રેલીનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ ઓફ વ્યારા, ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા અને રોટરેકટ ક્લબ ઓફ વ્યારાના સંયુક્ત ઉપક્રમે તા. ૯-૧૦-૨૦૨૨ ને રવિવારે મહા પસ્તી કલેક્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વ્યારાના વિવિધ વિસ્તારમાં લોકોના ઘર આંગણે જઈને પેપર પસ્તી – જુના કપડા – રમકડા અને જુનો ઇલેક્ટ્રોનીક્સ સામાનનું કલેક્શન કરવામાં આવ્યું. જેમાં વ્યારાના નાગરિકોએ ખુબ જ ઉત્સાહ ભેર સાથ આપ્યો. મહા પસ્તી કલેક્શન રેલી દરમ્યાન ભેગા થયેલ સામાન માંથી જે કઈ પણ આવક થશે તેમાંથી જરૂરિયાત મંદ બાળકોને નોટબુક, ચોપડા, સ્વેટર જેવી વસ્તુઓ આપવાના સેવાકીય કાર્યોમાં વપરાશે. તેમજ એકત્ર થયેલ જુના કપડાં જરૂરિયાતમંદો ને વહેંચવામાં આવશે. આ કાર્યક્રમ માટે સહકાર આપનાર નામી-અનામી સૌનો અમારી ત્રણેય સંસ્થા તરફ થી ખુબ ખુબ આભાર માનીએ છીએ.
આ કાર્યક્રમ સફળ બનાવવામાં રોટરી ક્લબ ઓફ વ્યારાનાં પ્રમુખ અનિતા દેસાઈ, પ્રોજેક્ટ ચેરમેન નિલેશ હીરે, ગુલાબભાઈ ઠાકરે, હિતેશ મુંબઈકર, અમીત પટેલ, રચના પટેલ, મિનાક્ષીબેન શાહ, ઈનરવ્હીલ પ્રમુખ ચીત્રાલી શાહ, રાજેશ શેઠ, અજય બોરસે, રોટરેકટ ચેરમેન જનક શાહ, દિપેન શાહ, ગૌરાંગ દેસાઈએ સેવા આપી હતી. રોટરી કલબના અગામી મહત્વના પ્રોજેક્ટો : વિના મુલ્યે પ્રોસ્થેટીક લીમ્બ બેસાડવાનો કાર્યક્રમ, વિના મુલ્યે આંખના નિદાનનો તથા મોતીયાના ઓપરેશન કેમ્પ, વિના મુલ્યે ફાટેલા હોઠ અને તાળવા માટેનો નિદાન કેમ્પ, વિના મુલ્યે કેન્સર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં જાહેર જનતાને પોતાનું યથા યોગ્ય અનુદાન આપવા નમ્ર અપીલ છે. આપ સૌના સહકારથી વધુમાં વધુ જરૂરિયાતમંદ પીડિતો અમારી સેવાનો લઇ શકશે.