ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ઘણા સમયથી અંતક મચાવતો દીપડો આજ સુધી વન વિભાગના સકંજાથી અળગો રહેતા લોકોમાં ભય
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ નજીક સિંગલ ફળિયા ખાતે છેલ્લા ઘણા સમયથી દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો,જેને કારણે અવાર નવાર પાળતુ પ્રાણી ઓ આ દીપડા નો ભોગ બન્યા હતા , આ આતંકી દીપડા ને પાંજરે પુરવા માટે ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ માં અરજીઓ પણ આપવામાં આવી જે અરજી ને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવેલ છે પણ જે પાંજરૂ મૂકવામાં આવેલ છે એ પણ બંધ હાલત માં છે તો શું દીપડો પાંજરું ખોલી ને અંદર પ્રવેશ કરશે કે શુ ? જેવી લોકો મુખે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગત રોજ રાત્રી ના સમયે એક ઘર ના સિમ માં થી દીપડા દ્વારા એક બકરી નો શિકાર કરવામાં આવ્યો જેને કારણે આજુ બાજુ માં રહેતા લોકો માં ભયનો માહોલ સર્જાયો છે .જેને લઈ વન વિભાગ ના અધિકારીઓ ને લોકો માંગ કરવામાં આવી રહી કે વન વિભાગ દ્વારા વહેલી તકે કોઈ યોગ્ય પગલાં લેવા માં આવે અને આંતક મચાવતો દીપડા ને પાંજરે પુરી ક્યાંક દૂર સલામત સ્થળે છોડવામાં આવે ..