બોરખડી-કરંજખેડના આંખ નિદાન કેમ્પમાં ૩૧૬ દર્દીઓએ વિના મૂલ્યે સારવાર લીધી

૪૧ દર્દીઓને માંડવી ખાતે સર્જરી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી અને ડૉનર ડૉ.નિલેશ ચૌધરી આયોજીત આંખ નિદાન અને સારવાર કેમ્પ વ્યારા તાલુકાના બોરખડી તથા ડોલવણ તાલુકાના કરંજખેડ પ્રા.આ.કેન્દ્રના પરિસરમાં યોજાયેલ વિના મૂલ્યે ૩૧૪ દર્દીઓએ લાભ લીધો હતો.
આ વિના મૂલ્યે કેમ્પ ગામના સરપંચ શ્રીમતિ સુનાબેન ચૌધરી બોરખડી તથા મહેશભાઈ કોંકણી કરંજખેડ ના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગામોના બહુલ આદિવાસી અને ગરીબ દર્દીઓ પૈકી ૩૧૪ માંથી સ્કીનીંગ કરી મોતીયાના ૪૧ ઓપરેશન તથા ૧૮૨ દર્દીઓને ચશ્મા વિતરણ વિના મૂલ્યે ડૉ.નિલેશ ચૌધરી દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત ૨૧ દર્દીઓને અન્ય બીમારી માટે માંડવીની દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
હવે આગામી તા.૯-૧૦-૨૦૨૨ના રોજ ડોલારા ખાતે કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હોય ડોલારા તથા આજુ બાજુના ગામોના મોતિયા,વેલ,નાસુર, આંખ લાલ થતી હોય,દુખતી હોય,આંખે ઝાંખપ આવતી હોય તેવા જરૂરિયાત દર્દી લોકોને લાભ લેવા ડૉ.નિલેશ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.આ કેમ્પમાં દર્દીની સંપુર્ણ વ્યવસ્થા તથા સંચાલન દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવીના કેમ્પ સંચાલક પ્રદિપ પટેલ તથા તાપી જીલ્લા કર્મચારી સંઘ તથા આરોગ્ય મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત દ્વારા સફળ સંચાલન કરી સુચારુ રુપે સેવા પુરી પાડવા જહેમત ઉઠાવી હતી.