શબરીધામ ખાતે દશેરા મહોત્સવની ઉજવણી થશે

Contact News Publisher

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમનુ ઉદ્ઘાટન સ્વામી શ્રી અસીમાનંદજી મહારાજના હસ્તે કરાશે

શબરીધામ માં આજે દશેરા ના રોજ રાવણ દહન સાથે ધર્માંતરણ અને લવ જેહાદ મુદ્દે સ્વામી અસીમાનંદજી આક્રમક વલણ અપનાવે એવા એંધાણવર્તાય રહ્યા છે 

(અર્જુન જાધવ દ્વારા, વધઈ)  : ડાંગ જિલ્લામા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરી ધામ ખાતે, શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી સાથે માતા શબરીના સાક્ષાત્કારના પુણ્ય સ્મરણમા દશેરા મહોત્સવની ઉજવણી કરાશે.
આ વેળા આયોજિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમનુ ઉદ્ઘાટન સ્વામી શ્રી અસીમાનંદજી મહારાજના હસ્તે કરાશે. આ વેળા મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી તથા અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સ્વામી અસીમાનંદ જી ની ઉપસ્થિતિમાં શબરીધામ ખાતે દશેરા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં લોકોના ટોળા ને ટોળા ઉમટી પડે છે અને સ્વામી અસીમાનંદ રાવણ દહન સાથે ભારત ભર માં ધર્માનતરણ અને લવ જેહાદ મુદ્દે આક્રમક વલણ અપનાવે એવા એધાણ વર્તાય રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યના કલાકારો ઢોલ નૃત્ય અને ડાંગી નૃત્ય સહિતના નૃત્યો રજૂ કરવામાં આવશે. રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા ની વિશેષ ઉપસ્થિતિ માં મહાઆરતી, રાવણ દહન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામ અને શબરી મિલન નું સ્થાનિક ગૃપ દ્વારા નાટક પ્રદર્શન કરવામાં આવશે. તાપી જિલ્લાના કલાકારો દ્વારા ઢોલ નૃત્ય, ડાંગ જિલ્લાના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય અને આદિજાતિ નૃત્ય, છોટાઉદેપુર જિલ્લાના કલાકારો દ્વારા દિવાળી નૃત્ય અને નર્મદા જિલ્લાના કલાકારો દ્વારા હોળી નૃત્ય રજૂ કરાશે. આ ઉજવણીમાં દક્ષિણ ગુજરાતના સંસદ સભ્યો, ધારાસભ્યો અને ડાંગ જિલ્લાના સ્થાનિક અગ્રણીઓ તથા હિન્દુ ભાવિક ભકતો હજારો ની સંખ્યા માં શબરીધામ ઉમટી પડ છે
સાથે ભવ્ય આ કાર્યક્રમમા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો, અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલ, અને ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other