ઉચ્છલ ખાતે આવેલ શ્રી દેવ મોગરા સરકારી વિનયન કોલેજમાં નવરાત્રીના ત્યોહાર નિમિત્તે EVM – VVPAT નિદર્શન કાર્યક્રમ યોજાયો
માહિતી, બ્યુરો,વ્યારા-તાપી તા.04 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે આવેલ શ્રી દેવ મોગરા સરકારી વિનયન કોલેજ ખાતે નવરાત્રીના ત્યોહાર નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા મામલતદાર કચેરી, ઉચ્છલના અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈ EVM – VVPAT નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના આચાર્યશ્રી, સ્ટાફ તથા કોલેજના આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ EVM – VVPAT ના નિદર્શન કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ઉપરાંત સરકારી વિનયન અને વાણીજય કોલેજ સોનગઢ ખાતે EVM – VVPAT નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન યુવા મતદારોને અગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અંગેની તથા ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
000
00