વઘઈમાં નાગરિક સમિતિ દ્વારા નાગરિકતા કાયદાના સમર્થનમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ અને નેશનલ રજીસ્ટ્રાર ફોર સિટિઝનશીપ (નાગરિકતા સંશોધન બિલ) નાં સમર્થન માં ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલી વઘઇ અંબા માતાજીના મંદિરે થી નિકળી વઘઇ બસ સ્ટેન્ડ – રેલ્વે સ્ટેશન રોડ થઈ અંબા માતાજી ના મંદિરે પૂર્ણ થઈ હતી આ રેલીમાં નાગરિકતા સંશોધન બિલ નાં સમર્થન માં મોટી સંખ્યામાં જોડાયાલા લોકો પોસ્ટર અને બેનરો લઈ ગગનચુંબી નારા સાથે વઘઇ નગર ને સમર્થન મય બનાવી કથાકાર પ્રફુલ્લ ભાઈ શુક્લ અને વઘઈ નગરના આગેવાન ઘનશ્યામ ભાઈ પટેલ દ્વારા ઉમટી પડેલ માનવ મેદની ને નાગરિક સંશોધન બિલ વિષે વિષતૃત માહીતી આપી હતી આ રેલીમાં માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, સહિત તાલુકા તથા વઘઇ નગરના લોકો સમર્થન રેલીમાં જોડાયા હતા આ રેલી ને સફળ બનાવવા વઘઇ નાગરિક સમીતી એ ભારે જેહમત ઉઠાવી આ રેલીને સફળ બનાવી મોટી સંખ્યામાં ઉમટી પડેલ માનવ મેદની નો આભાર વ્યકત કર્યો હતો જયારે આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વઘઇ પી.એસ.આઇ, સુબિર તથા આહવા પી.એસ.આઇ સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો