ડાંગ જીલ્લામાં નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસથી ઉજવણી કરાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જીલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલ પર્વની ભારે હર્સોલ્લાસથી ભવ્ય ઉજવણી કરાઇ હતી
ડાંગ જીલ્લા માં ઇસુ ખ્રિસ્તી ના જન્મદિન નાતાલ ની ઉજવણી ને લઇ ખ્રિસ્તી સમુદાય માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જે ને લઇ આહવા.વધઇ અને સુબિર તાલુકા ના ગામો માં આવેલા ચર્ચો ને ભવ્ય રોશનીના થી શણગાર કરી પ્રેમ શાંતિ સહનશીલતા આનંદ ના પ્રતિક સમા ભગવાન ઈસુ ખિસ્ત્ર ના જન્મ દિન ની ગતરાત્રે ૧૨ વાગ્યે હજારો ખ્રિસ્તી ભાઇ-બહેનો દ્રારા શાનદાર ઉજવણી કરી ઇસુ ના જન્મ ને ભારે ઉત્સાહ થી વધાવી લીધો હતો અને વહેલી સવારે ડાંગ ના અનેક ગામો માં પવિત્ર સ્થાન એવા ચર્ચ (દેવળ) માં ખાસ પ્રાર્થના યોજવામાં આવી હતી આ પ્રાર્થના પુણઁ થયા બાદ ખ્રિસ્તી બિરાદરોએ એકબીજા ને નાતાલની શુભેચ્છાઓ પાઠવી દરેક નાગરિક પ્રેમ શાંતિ આનંદ સહનશીલતા દયાભાવના જેવા ગુણો નો સ્વિકાર કરી પોતાનુ જીવન ઇશ્વરને પસંદ પડે તે રીતે જીવી શકે તે માટે ના સંકલ્પ લેવા માં આવ્યા હતા જયારે રાત્રિના સમયે પણ નાતાલ ની પ્રાર્થના અને ત્યારબાદ ડાંગ ના અનેક ગામો માં આવેલા ચચઁ માં સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ પ્રેમીઓ ઉમટી પડયા હતા જયારે ડાંગના આદિવાસી ખ્રિસ્તી સમુદાય ના લોકો દ્વારા નાતાલ પર્વ નિમિતે ગામ માં સમુહ ભોજન રાખી નાતાલ પર્વ ની ઉજવણી કરી હતી.જયારે બાળકોમાં પ્રિય એવા શાન્તાકલોઝે બાળકોને ખુબ પ્રેમથી ચોકલેટ.મીઠાઈ તેમજ વિવિધ ભેટ આપી હતી.બાળકો ને ખુશ કર્યા હતા.જયારે આ પ્રસંગે ડાંગ ના ધારાસભ્ય મંગળ ગાવિતે ખ્રિસ્તી સમુદાય ના લોકો ને નાતાલ ની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ડાંગ જિલ્લામાં નાતાલની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ભરમાં આવેલા તમામ દેવળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પોલીસ જવાનોની ટીમ તૈનાત કરાઇ હતી