તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ સ્વચ્છતા રેલી યોજાઇ
બાળકો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાતા રેલી મહાઅભિયાનમાં પરીણમી
………….
માહિતી બ્યુરોઃ તાપી તા.29: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી યાત્રાધામ અંબાજી ખાતે પધારી રહ્યા છે. આ સાથે પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે. આ સાથે ચાલી રહેલા તમામ જિલ્લાઓમાં “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અન્વયે તાપી જિલ્લામાં વિવિધ શાળાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી તથા શિક્ષણ વિભાગના સહયોગથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાતે સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં શાળાના બાળકો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાતા રેલી મહાઅભિયાનમાં પરીણમી છે. તાપી જિલ્લાના વિવિધ જાહેર સ્થળો અને રસ્તાઓની સામુહિક સાફ સફાઈ, રંગોળી દ્વારા સુશોભન સહિત અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. જેમાં કુકરમુંડા તાલુકાના આસ્ટા, પીપલાસ, બાલંબામાં ગામે સ્વચ્છતા રેલી, વાલોડ તાલુકાના તિતવા, કમાલછોડ ગામે, વ્યારા તાલુકાના કાળા વ્યારા ગામે, સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે, નિઝર તાલુકાના બોરદા ગામમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ડોલવણ તાલુકાના તકીઆંબા તથા ચુનાવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સરપંચશ્રી દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરી સ્વચ્છતાને લગતા સૂત્રો ઉચ્ચારી ગામજનોને જાગૃત કરવામાં આવ્યા તેમજ ગ્રામપંચાયતની આજુબાજુ સાફ સફાઈ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
000000000000