જિલ્લા માહિતી કચેરી, તાપીને નવુ વાહન ફાળવતા ઉત્સાહભેર વધામણી
ક્ષેત્રિય પ્રચાર-પ્રસાર માટે ડબલ એન્જીનની સરકાર કટીબધ્ધ છે ત્યારે માહિતી ખાતામાં અત્યાધુનિક નવા વાહનને ફાળવવા બદલ તમામ અધિકારીશ્રીઓની જહેમતને બિરદાવી ખુશી વ્યક્ત કરતો તાપી માહિતી પરિવાર
…………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૭- માહિતી ખાતા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી જનજન સુધી પહોંચે તે માટે તમામ જિલ્લા માહિતી કચેરીઓ ભરપૂર પ્રયાસ કરે છે. સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી કરવાની મોટી જવાબદારી માહિતી ખાતાએ નિભાવવાની રહે છે. રોજ-બરોજની સમાચારની કામગીરી સાથે સાથે સરકારશ્રી દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોનું કવરેજ કરી તમામ માધ્યમોની મદદથી છેવાડાના માનવી સુધી પહોંચવા માટે જિલ્લાની માહિતી કચેરી કટીબધ્ધ છે.
માહિતી ખાતાની ખૂબ જ અગત્યની કામગીરી કરવા માટે અદ્યત્તન સાધનોથી સજ્જ હોવું ખૂબ જ જરૂરી છે. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ને અનુરૂપ અનેક પડકારો વચ્ચે અધિકારી/કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. આવા સંજોગોમાં સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ માહિતી ખાતામાં નવા વાહનોની ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ અને તાપી જિલ્લાને પણ નવા વાહનની ફાળવણી કરવામાં આવતા જિલ્લા માહિતી કચેરી,વ્યારા તાપી માહિતી પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો.
નવા વાહનની ફાળવણી કરાતા સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોરે અત્યંત ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ક્ષેત્રિય પ્રચાર-પ્રસાર માટે ડબલ એન્જીનની સરકાર કટીબધ્ધ છે ત્યારે માહિતી ખાતામાં અત્યાધુનિક નવા વાહનને ફાળવવા બદલ તમામ અધિકારીશ્રીઓની જહેમતને બિરદાવું છું. માહિતી પ્રસારણ સચિવશ્રી અવન્તિકા સિંઘ,સંયુક્ત સચિવ કે.એલ.પટેલ, માહિતી નિયામકશ્રી આર.કે.મહેતા, અધિક માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ પટેલ, શ્રેયાન સહાયક ઈજનેર શ્રીમતિ હિનાબેન પટેલ,સંયુક્ત માહિતી નિયામકશ્રી આર.આર.રાઠોડ સહિત તમામ અધિકારીશ્રીઓનો માહિતી ખાતાને આધુનિક બનાવવા જહેમતભરી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો.
સારથી વિપુલભાઈ એચ.ગામીતે જણાવ્યું હતું કે, મારી નોકરી દરમિયાન સૌ પ્રથમવાર મને નવુ વાહન ચલાવવા મળ્યું છે. ત્યારે પરિવારમાં એક વ્યક્તિ ઉમેરાયુ હોય એવી ખુશી હું વ્યક્ત કરૂં છું. નવા વાહન સાથે કામગીરી કરવાનો આનંદ અનેરો હોય છે. સમયની સાથે કદમ મિલાવવા માટે સરકારના આ પગલાને હું આવકારૂં છું. અમારા અંતરિયાળ વિસ્તારમાં નવા વાહનની તાતી જરૂરિયાત હતી.
માહિતી પરિવાર સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોર,સુપરવાઈઝર અલ્કેશકુમાર ચૌધરી,માહિતી મદદનીશ વૈશાલીબેન પરમાર અને સંગીતાબેન ચૌધરી,જુનિયર ક્લાર્ક યોગિતા ચૌધરી, ફોટોગ્રાફર અર્પિત ગામીત, વિડિયોગ્રાફર પાર્થ ચૌધરી, વિરલ ગામીત, ઈલેશભાઈ ગામીત સૌએ નવા વાહનને ફુગ્ગાઓથી શણગારી, કેક કાપી વધાવી લઈ અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ક્ષેત્રિય કામગીરી માટે ખૂબ જ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦