તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ યોજાયો -૨૦૨૨
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી દ્વારા વાઈબ્રન્ટ સાયન્સ શાળામાં વ્યારા ખાતે ૧૦ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અને બાળકો ૧૦ શાળાઓના કુલ – ૮૦ સ્પર્ધકોએ ભાગ લઇ વૈજ્ઞાનિક નાટક વિષયાંનુસાર રજુ કર્યા હતા. જેમાં પ્રાસંગિક પ્રવચન ડાયરેક્ટર શ્રીકેતનભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે નાટક એક સામાજિક પ્રવૃત્તિ છે. પરંતુ તેમાં જો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચાર ઉમેરવામાં આવે તો સમાજને તે નાટક પ્રેરણાશ્રોત બની જાય છે. જેનાથી સ્પર્ધકો તેમજ શૈક્ષણિક સમાજને વૈજ્ઞાનિક અભિગમ અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન સમજ પ્રાપ્ત કરવાનો અવશર મળે છે. તેથી જ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આવા વૈજ્ઞાનિક અભિગમવાળા સાયન્સ ડ્રામાનું આયોજન થાય છે. આં તબક્કે નિર્ણાયક તરીકે ડૉ. ગૌરાંગભાઈ ભટ્ટે સેવા આપી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો તેમજ વિવિધ શાળાના બીજા ૬૦ બાળકો અને ૧૦ વિજ્ઞાન શિક્ષકો હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો સૌને અલ્પાહાર અને ૧૦ ટીમ પૈકી પ્રથમ વિજેતા ટીમ શ્રીબલ્લુકાકા વિદ્યાવિહાર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, વિરપોર શાળાને પ્રથમ નંબરને રોકડ પુરષ્કાર આપ્યો અને બીજા નંબરની વિજેતા ટીમ એકલવ્ય મોડેલ સ્કુલ ઉકાઈ રોક્કડ પુરસ્કાર આપી સૌને અભિનંદન પાઠવ્યા અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રોત્સાહન તરીકે એનાયત કરવામાં આવ્યા. પ્રથમ વિજેતા ટીમ આગામી દીવસોમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અને તાપી જિલ્લાનું ગૌરવ વધારશે.