ડોલવણ તાલુકામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાનું ઉદ્દભવ સ્થાન ડાંગ જિલ્લાનું નાનાપાડા ગામ
માહિતી બ્યુરોઃ તાપી તા.24: દર વર્ષે ચોમાસા પૂર્ણ થયા બાદ ભૂકંપના આંચકા તાપી જિલ્લાના ડોલવણ તથા ડાંગ જિલ્લાના વઘઈ-વાંસદા તાલુકાના અમુક ગામોના વિસ્તારમાં અનુભવાય છે કારણ કે વધુ વરસાદ પડવાને કારણે જમીનમાં પાણીનું સ્તર ઉપર આવી જતું હોય છે. સદર બાબતે 3 વર્ષ પહેલાં ઈન્ડિયન સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરને પણ જાણ કરી હતી અને ઉમરવાવ દૂર ગામ ખાતે પંચાયત ઘરમાં સિસ્મોગ્રાફ ટેકનોલોજી સાધન પણ મૂકવામાં આવેલ છે. ગત રોજ અનુભવાયેલા ભૂકંપના આંચકાનું ઉદ્દભવ સ્થાન ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નાનાપાડા ગામ હતું. આ આંચકા સામાન્ય 1.5 થી 2.5 રિક્ટર તીવ્રતા વાળા હોય છે અને ચોમાસા પૂર્ણ થયા બાદ ઓક્ટોબર અથવા નવેમ્બર માસ બાદ આપમેળે બંધ થઈ જતાં હોય છે. આવા બનાવો બાબતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના અધિકારી કર્મચારીઓ દ્વારા સમયાંતરે ડોલવણ તાલુકાના વિસ્તારોમાં ગ્રામજનોને ભૂકંપ અંગે તથા તેમાં રાખવાની સાવચેતી અંગે જાગૃત કરેલ છે.
0000000000000