તાપી જિલ્લામાં 1,11,845 હેકટરમાં વાવેતર પૂર્ણ થયું : સૌથી વધુ 37,407 હેકટર વાવેતર સોનગઢ તાલુકામાં થયું
જિલ્લામાં જુવાર, મકાઇ, તુવેર, કપાસ, સોયાબીન અને શાકભાજી સહિત વિવિધ ખરીફ પાકો અને અન્ય પાકોમાં અજમાના પાકનું વાવેતરની કામગીરી પૂર્ણ: સૌથી વધુ ડાંગરનું વાવેતર 64,477 હેકટરમાં થયું :
………………………
માહિતી બ્યુરોઃ તાપી તા.21: તાપી જિલ્લા ખેતીવાડી ક્ચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં ખેડૂતો દ્વારા ડાંગર, બાજરી, મકાઇ, તુવેર, કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતની રોપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં 1,11,845 હેકટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.
તાપી જિલ્લાની પરિસ્થિતી જોઇએ તો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર ૧,૧૪,૨૬૧ હેકટર છે. જેની સામે આ વર્ષે રોપણીની કામગીરી પુરી થતા 1,11,845 હેકટર વિસ્તારમાં વાવેતરની કામગીરી ખેડૂમિત્રો દ્વારા પુરી કરવામાં આવી છે. ગત રવિ સિઝનમાં શેરડીનું વાવેતર વધારે થવાથી ચાલુ ખરીફ સિઝનમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ઓછા વિસ્તારમાં વાવેતર થયેલ છે.
ચાલુ વર્ષે જિલ્લામાં 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ ઝરમર વરસાદથી થતા ધરતીપુત્રો દ્વારા વાવણીની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખરીફ પાકોમાં ડાંગર, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી, કપાસ, સોયાબીન, વિવિધ શાકભાજી અને ઘાસચારો તથા અન્ય પાકોમાં અજમાના પાકનું વાવેતર થયું છે. જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કુલ-64,477 હેકટર વિસ્તારમાં થયું છે. જ્યારે
પાક અનુસાર જોઇએ તો, તાપી જિલ્લામાં અત્યાર સુધી ડાંગરનું વાવેતર 64,477 હેક્ટરમાં, જુવાર-5081 હેકટર, મકાઇ-1716 હેકટર, તુવેર-10,189 હેકટર, મગ-129 હેકટર, અડદ- 544 હેકટર, મગફળી- 1531 હેકટર, દિવેલા-309 હેકટર, સોયાબીન-8088 હેકટર, કપાસ-11,543 હેકટર, શાકભાજી-5468 હેકટર, અને ઘાસચારો-2743 હેકટર વિસ્તાર મળી વર્ષ -2022-2023ના ખરીફ પાકોમાં કૂલ-1,11,818 અને અન્ય પાકમાં અજમાના પાકનું વાવેતર 27 હેક્ટર મળી તાપી જિલ્લામાં કુલ- 1,11,845 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની ચેતન ગરાસીયા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો સૌથી વધુ 37,407 હેકટર વાવેતર સોનગઢ તાલુકામાં થયું છે. 8924 હેક્ટર કુકરમુંડા તાલુકામાં, 11,534 હેકટર ઉચ્છલ તાલુકામાં, 13,851 હેકટર ડોલવણ તાલુકા, 10,799 નિઝર તાલુકા, 19,922 હેકટર વ્યારા તાલુકા અને 9408 હેકટર વાલોડ તાલુકામાં વાવેતર થયુ છે.
-વૈશાલી પરમાર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦