ભારતીય મહિલા ટીમે 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી જીતી, ઈંગ્લેન્ડની મહિલા ટીમને 88 રનથી હરાવી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને 88 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી છે. આ પહેલા ભારતે 1999માં ચંદ્રકાંત કૌલની કપ્તાનીમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી 2-1થી જીતી હતી.
જણાવી દઈએ કે બીજી ODI મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે ODI ક્રિકેટના ઈતિહાસમાં તેનો બીજો સર્વોચ્ચ સ્કોર છે.આ મોટા સ્કોર સામે ઈંગ્લેન્ડની ટીમ આખી ઓવર પણ રમી શકી ન હતી અને 44. 2 ઓવરમાં 245 રણમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હરમનપ્રીતની પાંચમી ODI સદી, ભારતનો બીજો સૌથી મોટો સ્કોર આ પહેલા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો જબરદસ્ત સ્કોર નોંધાવ્યો હતો.ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં કેપ્ટન હરમનપ્રીત કૌરનું મોટું યોગદાન હતું. તેણે પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી.