જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા જીલ્લાની (NCSC) રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ પ્રોજેકટ માટે વિધાકુંજ વિદ્યાલય સ્કૂલ ખાતે સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી ખાતે NCSC સ્પર્ધા વિધાકુંજ વિદ્યાલય સ્કૂલ ખાતે યોજાયો જેમાં જુદીજુદી શાળાના કુલ ૧૮૨ પ્રોજેક્ટો પૈકી સીનીયરના ૧૩૧ અને જુનિયરના ૫૧ પ્રોજેક્ટો જુદીજુદી થીમ પર જુદાજુદા ૫ વિષયો પર રજુ થયા હતા વિજ્ઞાન અને પ્રોધોગીકી વિભાગના નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધામાં વિજ્ઞાનના જુદાજુદા વિષયો જેવાકે (૧)તમારી ઇકોસીસ્ટમ જાણો (૨) આરોગ્ય પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવું (૩) ઇકોસીસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક સાંસ્કૃતિક પ્રથાઓ (૪) સ્વ-નિર્ભરતા ઇકોસીસ્ટમ આધારિત અભિગમ (૫) ઈકોસિસ્ટમ આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ જેવી જુદીજુદી થીમ પર જુનિયર અને સીનીયરના ૧૮૨ પ્રોજેક્ટો સાથે ૩૬૪ બાળકો અને ૫૮ શિક્ષકો તેમજ પ્રેક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી શ્રેષ્ઠ ૧૦ પ્રોજેક્ટો ટીમોની પસંદગી કરી સૌને ૫૦૦/- રૂપિયા પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા તથા ભાગ લેનાર તમામ બાળ સાયન્ટીસઓને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા. ૧૮૨ પૈકી ૧૦ ટીમો અગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ગાંધીનગર મુકામે ભાગ લઇ તાપી જીલ્લાનું નામ રોશન કરશે.
વીજેતા ટીમો જેવી કે વાઈબ્રન્ટ સ્કુલ,એકલવ્ય મોડેલ સ્કુલ નિઝર, જયઅંબે સ્કુલના, એકલવ્ય મોડેલ સ્કુલ ઇન્દુના અને ઈંગ્લીશ મીડીયમ સ્કુલ વિરપોર એમ કુલ ૧૦ ટીમો જુદાજુદા વિષયો પર પસંદગી પામી હતી. જેને જીલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રીકેતનભાઈ શાહ દ્રારા શુભ લાગણી અને સૌને અભિનંદન વ્યક્ત કર્યાનો સંદેશ પાઠવ્યો કાર્યક્રમમાં વિષય નિષ્ણાંતો રેનુ મેઘરાજાની, ભગુભાઈ ગામીત, અરુણાબેન રાણા તથા CSCના આસીસ્ટન પ્રકાશભાઈ ચૌધરી,વિજ્ઞાન પ્રચારક રણજીતભાઈ ગામીત ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.