તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ કેમ્પેઇન દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ 51 જેટલા શેડ નિર્માર્ણ પામશે
…………………
(માહિતી બ્યુરો,વ્યારા,તાપી) -19: ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનનું આયોજન “સ્વચ્છતા હી સેવા” દરમ્યાન “દેખીતી રીતે સ્વચ્છ હોય તેવા ગામડાઓ”/“Visual cleanliness of villages” ની થીમના આધારે કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક સ્વચ્છ ભારત મિશન હેઠળ “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન દરમ્યાન ગામોમાં આસપાસ ફેંકવામાં આવેલ કચરો સાફ કરવાની સાથે નવતર પ્રવૃતિઓ હાથ ધરી સ્વચ્છતા અંગે જિલ્લા વ્યાપી ઝુંબેશનું સઘન આયોજન કરવામાં આવેલ છે.
જેમાં આજરોજ ઉચ્છલ તાલુકાના મોહિની ગામમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મળેલ માહિતી અનુસાર આ કેમ્પેઇન દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ 51 જેટલા શેડ નિર્માર્ણ પામશે. આ ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા કેળવવા ગામડાઓમાં કચરાની સંવેદનશીલ જગ્યાઓની સાફ-સફાઇ, ઘરેથી એકત્રીત થયેલ કચરા (સુકો/ભીનો) ને અલગ કરવા માટે સામુહિક જન જાગૃતિ કેળવવાની વિવિધ પ્રવતિ, વ્યક્તિગત અને સામુહિક કમ્પોસ્ટપીટનું ખાતમુહુર્ત, વ્યક્તિગત અને સામુહિક શોકપીટનું ખાતમુહુર્ત, નાગરીકોમાં પ્લાસ્ટીક કચરાના સલામતી નિકાલ અને વ્યવસ્થાપન અંગે જન જાગૃતિ, બાળકો/યુવાનો દ્વારા રેલી, ગૃપ મીટીંગ, શાળાના બાળકો દ્વારા નિબંધ લેખન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ભવાઇ, શેરી નાટકો દ્વારા લોક જાગૃતિની પ્રવૃત્તિઓ થકી ઝુંબેશમાં મહત્તમ લોકો ભાગીદારી થાય તે સુનિશ્ચિત કરી તાપી જિલ્લાને ઓડીએફ પ્લસ બનવામાં મહત્વનો ભાગ બને તે મુજબની કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં આ ઝુંબેશમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ભાગ લઇ કામગીરીને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
00000000000