કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્રારા ન્યુટ્રીશન અને ટ્રી પ્લાન્ટેશન પર જાગૃતિ શીબીર આયોજન થયું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ અને ઇફકો નવસારીના સંયુક્ત ઉપક્રમે તથા ડાંગના સુબીર તાલુકાના ગાયગોઠણ ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ ખાતે તેમજ ૨ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુ ટુબ you tubeના માધ્યમથી આદરનય એગ્રીકલ્ચર મીનીસ્ટરનું પોષણ અભિયાન અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. કે.વી.કે. વઘઈ ડાંગના વૈજ્ઞાનિક જેવા કે. શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ, ડૉ.પ્રતિક જાવિયા, ડૉ.સાગર પટેલ, શ્રી બીપીન વહુનીયા, શ્રેયાંશ ચૌધરી, તથા ગાયગોઠણ ગામના સરપંચ દ્રારા પોષણયુક્ત પાકો અને વ્રુક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૫ જેટલા ભાઈ-બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.૧૦૦ ખેડૂત ભાઈ-બહેનોને બિયારણની કીટ આપીને આ પોષણ અભિયાનને વેગ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં કેન્દ્રના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાનો મહત્વનો ફાળો હતો.