તાપી જિલ્લા જાહેર જનતા જોગ : “પી.એમ.જે.એ.વાય-મા” યોજનાનો લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓ માટે ઉજ્જ્વળ તક
તાપી જિલ્લામાં ૨૦ સપ્ટેમ્બર સુધી ખાસ ઝુંબેશ તરીકે ગામે ગામ કાર્ડ નોંધણી માટે કેમ્પ શરૂ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.16 માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારના આરોગ્યલક્ષી ખર્ચને પહોચી વળવા માટે PMJAY-MA યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પાત્રતા ધરાવનાર લાભાર્થી જરૂરી પુરાવા (રેશનકાર્ડ, આધારકાર્ડ, SECC યાદીમાં નામ) રજુ કરી એનરોલમેન્ટ સેન્ટર (E-Gram Operator / N code એજન્સી, નજીકનું સરકારી દવાખાના) પર જઈ નોંધણી કરાવી કાર્ડ મેળવી શકે છે. અને વ્યકિતગત રીતે કુંટુબના સભ્યને નિયત કરેલ હોસ્પિટલ પાસે નક્કી કરેલ રોગોની સારવાર ઓપરેશન માટે કેશલેસ/ વિનામુલ્યેની સુવિધાનો લાભ મળવી શકશે. આ કાર્ડ પરિવાર દીઠ વાર્ષિક ૫,૦૦,૦૦૦/- સુધીનું આરોગ્ય કવચ(વિમો) મળવાપાત્ર છે. સરકારશ્રીનો ખુબજ મહત્વનો ફ્લેગશીપ પ્રોગ્રામ હોવાથી આપણા કાર્યક્ષેત્રમાં કોઈ પણ પાત્રતા ધરાવતા લાભાર્થી લાભથી વંચીત ન રહી જાય તે માટે ૧૦૦% કાર્ડ નોંધણી થવી ફરજીયાત છે.
કાર્ડ નોંધણી માટે આપણા જીલ્લાના SECC ડેટા પ્રમાણે ૪,૬૨,૨૮૬ જેટલા લાભાર્થી પાત્રતા ધરાવે છે. જેમાંથી ૨,૧૬,૧૧૭ લાભાર્થીની નોંધણી આજદિન સુધી થઇ છે .SECC યાદી પ્રમાણેના લાભાર્થીઓ ઉપરાંત ૦૪ લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર અને ૬ લાખથી ઓછી આવક ધરાવતા સિનીયર સીટીઝન પણ આ યોજનાના લાભાર્થી બની શકે છે.
આ યોજના અંતર્ગત જેમની નોંધણી થવાના બાકી હોય તેવા લાભાર્થીઓને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે પોતાના નજીકના કાર્ડ નોંધણી સેન્ટર પર જઈ વહેલી તકે કાર્ડ નોંધણી કરાવવી. તાપી જિલ્લામાં તા.૨૦.૦૯.૨૦૨૨ સુધી ખાસ ઝુંબેશ તરીકે ગામે ગામ કાર્ડ નોંધણી માટે કેમ્પ શરૂ છે જેનો તમામે લાભ લેવા અનુરોધ કર્યો છે. વધુમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ દરેક પદાધિકારી તેમજ સામાજીક કાર્યકરોને પણ આ યોજનાનો બહોળો પ્રચાર- પ્રસાર કરી લોકોને માહિતગાર કરવા અનુરોધ કરવામાં આવે છે.
કાર્ડ નોંધણી માટે જરૂરી ડોકયુમેન્ટમાં રેશનકાર્ડ,આધારકાર્ડ,આવકનો દાખલો (૪ લાખથી ઓછી આવક અને સીનીયર સીટીઝન ૬ લાખથી ઓછી આવક)ના હોવા જોઇએ તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત તાપી દ્વારા જણાવવામાં આવ્યું છે.
0000000000000