તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા અંગે જાહેરનામુ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) .૧૩: જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. વલવીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તાપી જિલ્લામાં આવેલી તમામ બેંકો, તમામ એટીએમ સેન્ટરો, સોના- ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શો રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ- બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, હાઈવે પરના ટોલ નાકા, સોનગઢ આર.ટી.ઓ.ચેકપોસ્ટ તથા જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થળો તથા સ્થળો તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔઘોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો/ ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર ઉપર તથા બહાર નિકળવાના દ્વાર, રિશેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ
જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના ( માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. સીસીટીવીના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. કેમેરા સતત ૨૪ કલાક કાર્યરત રહે તે જોવાની જવાબદારી માલિકો/ ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓની રહેશે. કેમેરા તથા સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉપરોક્ત એકમોએ સાત દિનમાં ઉભી કરી દેવાની રહેશે. આ જાહેરનામું તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other