તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયો
ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ તાલુકાના ગોડધા ખાતે આઠમાં તબક્કાનો છેલ્લો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો:
………………….
કુલ 805 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ અપાયો
………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) .તા.૦3: સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વાલોડ તાલુકાના ગોડધા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચન્દ્રેશભાઇ કોંકણી અને તાપી જિલ્લા સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી ભુપેન્દ્રભાઇની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા જણાવ્યુ હતું કે, સરકાર પ્રજાના દ્વારે અભિગમ સાથે સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ત્યારે નાગરિકોએ સરકારશ્રીના વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ. તેમણે વિધવા સહાય વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી, યોજનાના લાભો અંગે જાણકારી આપી હતી. તેમણે નાગરિકો માંથી જે કોઇ સરકારી લાભથી વંચિત હોય તેઓને આજના સેવાસેતુમાં જે-તે લાભ મેળવી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે વર્તમાન સરકાર ગરીબો અને વંચિતોની ચિંતા કરતી સરકાર છે એમ જણાવ્યું હતું.
૭/૧૨,૮-અ ના પ્રમાણપત્રો, આધારકાર્ડ, PMAJY, જન્મ-મરણ દાખલા, રાશન કાર્ડમાં નામ, આવકના દાખલા, વિધવા સહાય, અટલ પેન્શન, જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્વ પેંશન વગેરે જેવી 574 જેટલાં લાભાર્થીઓ ને લાભ અપાયો હતો. જયારે આરોગ્ય તેમજ પશુપાલન વિભાગની 231 અરજીઓનો નિકાલ કરાયો હતો.
સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી જયેશ પટેલ, ,વાલોડ ટી.એચ.ઓ ડો. જે.બી ગામીત, જિલ્લા પંચાયતના સભ્યશ્રી તૃપ્તિબેન પટેલ, ખેડુત સહકારી જીન લિ. મઢી ચેરમેન અને સહકારી આગ્રણી- ગોડધા નરેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,વાલોડ તાલુકા પંચાયત સભ્યશ્રી યોગિતાબેન, વાલોડ ICDS-CDPO–નૈતિકાબેન, ગોડધા સરપંચશ્રી તરુલતાબેન હળપતિ, અંધાત્રી સરપંચશ્રી ભાવનાબેન ઢોડિયા, આદયાપોર સરપંચશ્રી ચાંચલબેન ચૌધરી, અલગટ PHC સ્ટાફ, સહિત વિવિધ યોજનાના સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
000000000000000000