સોનગઢના આસી. ટી.ડી.ઓ. અને ક્લાર્ક એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમા આબાદ ઝડપાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના સોનગઢની તાલુકા પંચાયત કચેરી સોનગઢના ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી મોહમદ જાવિદ યુસુફખાન પઠાણ તેમજ કચેરીમાં ફરજ બજાવતા જુ. ક્લાર્ક બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોર આજરોજ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રૂપિયા-૧૫,૦૦૦/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
તાપી જિલ્લા એ.સી.બી.ના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એ.સી.બી.માં એક જાગૃત નાગરીકે ફરિયાદ આપી હતી કે તેમના મિત્રનો પ્લોટ સોનગઢ ખાતે આવેલ છે જે પ્લોટ તેઓ વેંચવા માંગતા હોય જે પ્લોટ ૭૩એએ મુજબનો હોય જેને ૭૩એએ કેન્સલ કરાવવા પોતે અરજી કરી વેચવાની તથા બાકીની તમામ કામગીરી તેમના મિત્રએ ફરીયાદ કરનારને સોપેલ હોય જે બાબતે આ કામના આરોપી નં-૧ તાલુકા પંચાયત કચેરી સોનગઢના ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી મોહમદ જાવિદ યુસુફખાન પઠાણએ આ કામના આરોપી નં-૨ જુ. ક્લાર્ક બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોરનાઓને મળી લેવા જણાવેલ અને ફરીયાદ આપનારે જુ. ક્લાર્ક બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોરને મળતા તેમણે રુપિયા ૧૦,૦૦૦/- અગાઉ ફરીયાદશ્રી પાસેથી લીધેલ હતા ત્યારબાદ મોહમદ જાવિદ યુસુફખાન પઠાણએ આટલા રુપિયામા કામ નહી થાય બીજા રુપિયા ૧૫૦૦૦/- આપવા પડશે તેમ જણાવી બાકીના નાણા બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોરને આપી દેવા જણાવેલ, પરંતુ આ કામના ફરીયાદશ્રી આ લાંચની રકમ આપવા ન માંગતા હોય, જેથી તેઓએ એસીબી પો.સ્ટે. જી.તાપી-વ્યારાને ફરીયાદ આપતા, આજરોજ લાંચના છટકાનું આયોજન કરી છટકા દરમ્યાન આ કામના બળવંતભાઈ ભીમજીભાઇ લાડુમોરનાઓને જીલ્લા સેવા સદન, જીલ્લા પંચાયત કચેરી ગેટ પાસે, પાનવાડી, વ્યારા ખાતે લાંચની રકમ રુપિયા ૧૫,૦૦૦/- સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જઇ અને બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાથી આરોપી નં-૧ ના ઓ પણ લાંચના છટકા દરમ્યાન મળી આવતા તેઓને પણ પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમના શ્રી એન.પી. ગોહીલના સુપર વિઝન હેઠળ તાપી એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઈન્‍સ્પેક્ટર શ્રી વી.એ. દેસાઈ તથા એ.સી.બી. ટીમના સભ્યોએ ટ્રેપને સફળ બનાવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *