તાપી જીલ્લામાં આજરોજ તાલુકા શાળામાં અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ -૨૦૨૨ તાપી જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી જિલ્લા ગણિત મહોત્સવ- ૨૦૨૨ ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ ૨૦૨૨ નું ઉદઘાટનબે દિવસીય જિલ્લા શિક્ષણાધિકારી તાપી શ્રી રોહિતભાઈ ચૌધરીના વરદ હસ્તે સાથે જિ.પ્રા.શિ. અધિકારી જયેશભાઈ ચૌધરી, રામાનુજ મેથ્સ ક્લબના ચેરમેન ડૉ. ચંદમૌલી જોષી, રૂચિરભાઈ, ડાયરેક્ટર કેતનભાઈ તાલુકા શાળાના આચાર્ય પદ્માબેન ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ભારત સરકારના વિજ્ઞાન અને સાયન્સ ડીપાર્ટમેન્ટ દિલ્હી અંતર્ગત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્સના વિજ્ઞાન વિચાર પ્રસાર જીલ્લામાં વિપનેટમાં નામાંકન કરવામાં આવ્યું.
આજે તાપી જીલ્લામાં ગણિત મહોત્સવ દ્રારા બાળકોમાં ગણિત વિજ્ઞાન પ્રત્યે રસ અને રૂચી વધે, ગણિતનો હાળ ઘટે, ભય દુર થાય તેના ભાગરૂપે તાલુકાની પ્રા. શાળામાં મેથ્સ ક્લબ ઓન વ્હીલની કીટ આપવામાં આવી અને તેમાં ૨૦૦૦ જુદીજુદી પ્રવૃતિઓ થઇ શકે છે. અને શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ગણિતની વૈદિક પદ્ધતી દ્રારા ટુંકી રીતો શીખવવામાં આવી. જેમાં ૨૮ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં ઘડિયા વગરના ગુણાકાર, બાદબાકી વિનાના ભાગાકાર, ગુણાકાર વગરના વર્ગો કરવા, ભાગાકાર વગરના ઘનફળો, વર્ગસૂત્ર, પાયથાગોરસ સૂત્ર, ભૂમિતિ અને બીજ ગણિતને બિલકુલ સરળ કરવામાં આવી તેવી પધ્ધતિ વૈદિક ગણિતની રીતથી શિક્ષકોને શીખવવામાં આવી.
બાળકોને ડાન્સ કરતા કરત પેન, પેન્સિલ વગર અને શિક્ષકો ચોક,પેન, બોર્ડ વગર પણ મોઢે કરી શકાય તેવી પદ્ધતિઓ શીખવવામાં આવી બાળકોને ખૂબ મઝા પડી ગેઇ. બાળકોને ગણિત પ્રત્યેનો ભય દુર થાય તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્રારા આં પ્રસંગે ખૂબ સુંદર વિવિધ મહાન લોકોના જુદાજુદા ઉદાહરણો આપી બાળકોમાં સખ્ત પરિશ્રમ, Updete, મન મક્કમ રાખવું રસ ધરાવવો, ક્ષેત્ર અને ધ્યેય નક્કી કરવા માટે સમાજ આપી અને વાર્તાઓ પરથી સચોટ પ્રેરણા મળે તેવા ઉદાહરણો આપ્યા હતા.
અંતે ડાયરેક્ટર કેતનભાઈ શાહ ગણિત મહોત્સવ ઉજવણીથી બાળકોમાં, શિક્ષકોમાં અને તાપીના ૭૫ શાળાઓમાં MATHS CLUB સ્થાપવા માટે તથા ગણિત સાયન્સ ક્લબ-૨૦૨૨ની રચના કરી જીલ્લાના કન્વીનર કેતન શાહની નિમણુક કરવામાં આવી અને સહ કન્વીનર ચિત્રાંગનાબેન ચૌધરીની પસંદગી કરી અને તેમને બેસ્ટ શિક્ષકનો રામાનુજ મેથ્સ ક્લબ તરફથી આપવામાં આવ્યો અને ગોલ્ડ એવોર્ડ આપી સમ્માન કરવામાં આવ્યું.