બાલ્દા પ્રાથમિક શાળા ખાતે બારડોલી તાલુકાનો કલા મહાકુંભ અને યુવા મહોત્સવ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બારડોલી તાલુકાની બાલ્દા પ્રાથમિક શાળા ખાતે કલા મહાકુંભ અને યુવા મહોત્સવ બાલ્દા ગામનાં સરપંચ શ્રીમતી જ્યોતિબેન બીપીનચંદ્રનાં અદયક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય અને તાલુકાનાં દંડક બીપીનચંદ્ર ચૌધરી, કિશોરભાઈ તથા તાલુકા પંચાયતનાં સભ્યો, તા.પ્રા.શિક્ષણાધિકારી, તાલકા
સંઘનાં પ્રમુખ, સુરત જિ.પ્રા.શિ.સંઘનાં સિ.કા. પ્રમુખ બળવંતભાઈ તેમજ બાલ્દા પ્રાથમિક શાળાનાં એસ.એમ.સી. અધ્યક્ષ વિશ્વજીતભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. બાલ્દા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગતગીત રજૂ કર્યા હતાં. આ ઉત્સવમાં વકતૃત્વ, નિબંધલેખન, ચિત્રકલા, ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટ્યમ, લોકગીત, સમૂહગીત, લગ્નગીત વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા બાલ્દા પ્રાથમિક શાળાનાં સ્ટાફગણે ખૂબજ સરસ સહકાર આપ્યો હતો. આફવાનાં કેન્દ્રશિક્ષક શૈલેષભાઇએ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ સંચાલન કર્યું હતું. અંતે બાલ્દા પ્રાથમિક શાળાનાં આચાર્ય કુમેદભાઈ ચૌધરીએ આભારવિધિ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનાં કન્વીનર બારડોલીનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર હરસિંગભાઈ ચૌધરીએ પોતાનાં યોગ્ય સંકલન થકી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *