નિઝર તાલુકાના ભીલજાંબલી ગૃપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના ભીલજાંબલી ગૃપ ગ્રામ પંચાયતમાં તારીખ: 5/12/2019ના રોજ ગ્રામસભા યોજવામાં આવી હતી. નિઝર તાલુકાના ગામડી, કાલીઆબ, ભીલજાંબલી, ગુજરપુર ગામોનો ભીલજાંબલી ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ છે. ભીલજાંભલી ગૃપ ગ્રામ પંચાયતમાં યોજાયેલ ગ્રામસભામા 30ની સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા. તલાટી કમ મઁત્રીએ ગ્રામસભાની શરૂઆત કરી હતી. ગ્રામસભામાં 14માં નાણપંચના કામોનું આયોજન, રસ્તાઓ, બોરવેલ તથા ખેતીવાડીને લાગતા પ્રશ્ન તલાટીએ ગ્રામજનો સમકક્ષ રજૂ કર્યા હતાં. ગ્રામસભામાં વિનાયકભાઈએ તલાટીને પ્રશ્ન પુછ્યો હતો કે તમે ગ્રામસભાનુ આયોજન કરો છો તો ગામમાં કેટલા વ્યક્તિને તેની ખબર હોય છે ? અને કેટલા સભ્યોને ગ્રામસભાના એજન્ડા આપવામાં આવેલ છે ? ગ્રામસભામાં લોકો કેમ નથી આવતા ? એ પ્રશ્ન તલાટી અને સરપંચ ઉપર ઉભો થાય છે. ખરે ખર ગ્રામસભામાં 30ની સંખ્યામાં લોકો હાજર હોય કેવી રીતે ગ્રામસભા યોજાય ? ગ્રામજનોએ ગ્રામસભામાં જાત જાતના પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમ કે કેટલશેડ, રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા વગેરે પ્રશ્ન પર ચર્ચા પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ગ્રામસભામાં જણાંવ્યું કે જયારે લોકોને કોઇ સમસ્યા હોય, ત્યારે જ લોકો ગ્રામસભામાં રજુઆત કરે છે, અને તે સમસ્યાનું નિરાકરણ ગ્રામસભા દ્વારા થાય છે.