ગણેશોત્સવને કારણે કેબલ બ્રિજ ખોલાયો, સાથે મરામત પણ કરાશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાડ પ્રકારની લાઈટીંગ ઇન્સ્ટોલ કરવા ગત ૨૮ જુલાઇથી ૨૭ ઓગસ્ટ બ્રિજનો અડાજણથી અઠવા તરફનો ભાગ બંધ કરાયો હતો. હાલ ગણેશઉત્સવને પગલે ઠેર ઠેર ટ્રાફિક થવા માંડતાં બ્રિજ ખોલી દેવાયો છે. જોકે, ફરી માત્ર અઠવાડિયા સુધી બ્રિજ બંધ રાખવો પડશે. બ્રિજની કામગીરી ૨૮ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જવાનો પાલિકાને અંદાજ છે.
બ્રિજ બંધ કરીને રિપેરિંગ કરવા જેવું કામ પૂર્ણ થયું છે પરંતુ હજુ કામગીરી એક મહિના સુધી ચાલશે જે માટે વાહન વ્યવહાર અવરોધાશે નહીં. કેટલીક કામગીરી મુશ્કેલ હોય 1 મહિનો બ્રિજ બંધ રખાયો હતો, શક્યતા છે કે ફરી અઠવાડિયું બ્રિજ બંધ રાખવો પડી શકે છે. આ અંગેનો નિર્ણય ૩૧ ઓગસ્ટ કે ગણેશોત્વ બાદ કરવામાં આવશે.