આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા.૨૩ વલસાડ જિલ્લા મથકે સર્કિટ હાઉસ મુકામે આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી. સુનિયોજિત પ્રવૃત્તિ અનુસાર પાંચસો રનર્સનાં રજીસ્ટ્રેશન સાથે સવારે પાંચ કલાકે સૌ દોડવીરોને વલસાડ જિલ્લા એ. ડી.એમ મેડમ એ.આર.ઝાનાં અધ્યક્ષસ્થાને તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જિલ્લાનું નામ ઉજાગર કરનાર કિક બોક્સિંગ ચેમ્પિયન કેશા મોદી દ્વારા ફ્લેગ ઓફ કરી દોડ શરૂ કરાવવામાં આવી. તેઓ પોતે પણ હાથમાં ધ્વજ લઈ દોડમાં જોડાયા.
કાર્યક્રમની શરૂઆતમાં સૌને ઊર્જાવાન કરાવવા દેશભક્તિગીત પર ડાન્સ કરવામાં આવ્યો. ભારતમાતા કી જય અને વંદેમાતરમનાં જયઘોષથી પરિસર ગુંજીત થઈ ઉઠ્યું. અનુક્રમે 21,10 અને 5 કિમી દોડની શરૂઆત થઈ. સમગ્ર તિથલ રોડ પર પાંચ સો જેટલા દોડવીરો હાથમાં રાષ્ટ્રધ્વજ સન્માન સહ લઈ દોડતા હતાં. રેલીઓ અને સરઘસોમાં વાહનોના ધુમાડા અને પ્રદૂષણ ફેલાય તેમજ બળતણ વપરાય અને બિનજરૂરી ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન થાય એથી વિપરીત બાળકો, યુવાઓ અને વડીલો ભાઈઓ તેમજ બહેનો સૌ દોડીને અમૃત મહોત્સવની ઉજવણી કરે એ શોભનીય કહી શકાય. સ્વાસ્થ્ય સભર દેશભક્તિ અને રાષ્ટ્રને સમર્પિત આ પ્રવૃત્તિ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને પણ પૂરક છે. તિથલ સ્વામિનારાયણ મંદિરેથી પરત થઈ દોડવીરો સર્કિટ હાઉસ તરફ દોડ્યા. આયોજક વલસાડ જિલ્લા ડોકટર મિત્રો દ્વારા સંપૂર્ણ રૂટ પર હાઉદ્રેશન અને ફોટોગ્રાફર ભાઈઓની સેવા ઉપલબ્ધ રહી.
સુરત રન એન્ડ રાઇડર ૧૩ ટીમનાં સહસંચાલક અશ્વિન ટંડેલ સહિત ટીમનાં સભ્યો આ ઇવેન્ટમાં સક્રિય રીતે જોડાયા એને આ વિશેષ પર્વની ઉજવણી કરી. સૌએ રાષ્ટ્રભક્તિનાં શપથ લીધા તેમજ રાષ્ટ્ર ગીતનું ગાન કરવામાં આવ્યું. સમગ્ર રાષ્ટ્ર અને જિલ્લાનાં લોકો સ્વસ્થ , તંદુરસ્ત અને આરોગ્ય વિશે સભાન બને એવા શુભ સંકલ્પો લેવાયા.
I was very happy to uncover this great site. I need to to thank you for your time for this particularly wonderful read!! I definitely loved every little bit of it and I have you book marked to see new information on your web site.