તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ગરિમામય ઉજવણી કરાઈ
“માં દેવમોગરા” સરકારી વિનયન કોલેજ ઉચ્છલ”ના નવનિર્મિત તથા નવલોકાર્પિત ભવનના પ્રાંગણમાં પ્રથમ વખત ૧૫મી ઓગષ્ટની ભવ્ય ઉજવણી *
………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.17 : તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે નવનિર્મિત “માં દેવમોગરા “ સરકારી વિનયન કોલેજમાં ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૨ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની પૂર્ણાહુતિ અને ૭૬માં સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે નવલોકાર્પિત ભવનના પ્રાંગણમાં પ્રથમ વખત ૧૫મી ઓગષ્ટ આઝાદીના રાષ્ટ્રીયપર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.”માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ કોલેજના સર્વે કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહી સવારે ૮:૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોલેજના અધ્યાપિકા બહેનો સર્વશ્રી પ્રા.તૃપ્તિ પાડવી, પ્રા.નિલધરા બહેન ગુજરાત,પ્રા.દીપમાલા વસાવા તથા રજની ગામીત તથા કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની નિકિતા નાયકાએ સાથે મળીને સુંદર “તિરંગા રંગોળી” ટૂંકા સમયમાં બનાવીને પોતાની કલાનો પરિચય આપ્યો હતો. કોલેજમાં તિરંગા રંગના ફુગ્ગાઓથી સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. પ્રા.બી.ડી.ગામીત, પ્રા.પ્રદીપ વસાવા, પ્રા.પ્રદીપ ગામીત, પ્રા.કમલેશ વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હ્તું. સફાઈના કર્મચારીઓ સર્વશ્રી રજની ગામીત,પિયુષ ગામીત, મંગલા નાયકા, અનસૂયા ગામીત, મીના ગામીત તથા મંજૂ ગામીત તેમ જ સિક્યુરિટી કર્મચારીઓ સર્વ શ્રી સુમિત ગામીત, અભિષેક ગામીત, જયુભાઈ ગામીત તેમજ શુભમભાઈ વસાવાએ ખભેખભા મિલાવીને કામ ઉપાડી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી તેઓની સહુની કામગીરીની કોલેજના આચાર્ય શ્રી ડૉ.કલ્યાણીબહેન ભટ્ટે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં સરાહના કરી. હતી. “માં દેવમોગરા સરકારી વિનયન કોલેજની સ્થાપનાથી લઈને આજદિન સુધીની વિકાસ યાત્રાનો ટૂંકો સાર આપ્યો અને કોલેજના વિકાસની આગામી યોજનાઓ અંગે વિગતો આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે સમગ્ર ધ્વજવંદનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
00000000000000000