ગુજરાતના તાપી જિલ્લામાં થતા ભારત માતાનો જયઘોષ છેક મહારાષ્ટ્ર સુધી પહોચ્યો
મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગુજરાતના તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા ખાતે ભવ્ય તિરંગા યાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાયા
……………
નાગરિકોમા રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવવા શરૂ કરવામાં આવેલ “હર ઘર તિરંગા” અભિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સિધ્ધ થયેલુ માલુમ પડે
……………
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.16: સમગ્ર દેશ આઝાદીનું અમૃત વર્ષ ઉજવી રહ્યું છે. આ ઉજવણીમાં કોઇ રાજ્ય, જિલ્લો કે ગામ બાકાત નથી. ત્યારે આજે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ અલગ રાજ્ય હોવા છતા એક થયુ હોય તેવી ભાતી થઇ રહી છે. આજે મા ભારતીના જય ઘોષથી ગુજરાત અને મહારાષ્ટ્ર એક થઇ ગયું છે. ગુજરાતના છેક છેવાડે આવેલા તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં એવી જગ્યાઓ પણ છે જ્યા મહારાષ્ટ્ર અને ગુજરાતને ફક્ત એક નાનકડો રોડ જ અલગ કરે છે. જ્યાં એક તરફ ગુજરાતમાં નિઝર અને કુકરમુંડા તાલુકાઓના ગામો ખાતે તિરંગા યાત્રા નિકળી હોય અને “જય હિંદ”નો અવાજ બીજી તરફ મહારાષ્ટ્રમા ઝીલવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના છેવાડાના ગામોમાં પણ તિરંગા યાત્રામાં નાગરિકો અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે ભારે ઉત્સાહ સાથે ‘જય ભારત, જય હિંદ’ના નારાઓ લગાવવામાં આવી રહ્યા હતા. આ અદભુદ નજારો માણવો એક લાહ્વો હતો. આ દ્વશ્ય થકી જાણે મહારાષ્ટ્ર અને ગુજરાત એક અવાજે બોલતુ હોય તેમ લાગી રહ્યું હતું.
ભાષાના આધારે અલગ રાજય બનાવવાની શરૂઆત આંધ્રપ્રદેશથી થઇ હતી. જેના થકી વર્ષ 1960મા મહારાષ્ટ્રથી છુટુ પડી અલગ ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે મહારાષ્ટ્ર અને ગુજરાત તમામ સરહદો કે ભાષાના ભેદ વગર દેશભક્તિની બોલી દ્વારા એક થઇ ગયું છે.
દેશની આઝાદીનું 75મુ વર્ષ માણવુ એ એક અનન્ય ઘટના છે. આ વર્ષને યાદગાર બનાવવા અને નાગરિકોમા રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવવા “હર ઘર તિરંગા” અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન આજે તાપી જિલ્લા ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સિધ્ધ થયેલુ માલુમ પડે છે.
-વૈશાલી પરમાર
00000000000