‘હર ઘર તિરંગા” અંતર્ગત તાપી જિલ્લાની તમામ 930 પ્રાથમિક અને 157 ઉચ્ચતર માધયમિક ખાનગી-સરકારી શાળાઓ ઉપર ધ્વજ લહેરાવામાં આવ્યા
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ સમગ્ર તાપી જિલ્લાને રાષ્ટ્ર ભક્તિના વાતાવરણથી તરબોળ બનાવ્યું
………………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.14: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના સંદર્ભે તાપી જિલ્લાની તમામ 930 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, 157 સરકારી અને ખાનગી ઉચ્ચતર-માધ્યમિક શાળાઓની ઇમારતો ઉપર સન્માનભેર રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે દેશભક્તિ ગીતો, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, વેશભુષા, તિરંગા જ્ઞાન ક્વિઝ તથા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સમગ્ર તાપી જિલ્લાને રાષ્ટ્રભક્તિમય વાતાવરણથી તરબોળ બનાવ્યું હતું.
00000000000