સોનગઢ ખાતે તાપી જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાશે
પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષરથને પ્રસ્થાન કરાવશે
…………….
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.11: સામાજિક વનીકરણ વિભાગ સુરત-તાપી દ્વારા તાપી જિલ્લા કક્ષાના ૭૩ માં વન મહોત્સવની ઉજવણી આગામી તા.૧૨-૦૮-૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૯.૦૦ કલાકે સોનગઢ તાલુકાના સરકારે વિજ્ઞાન કોલેજ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમીકલસ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવનાર છે.
આ પ્રસંગે , જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી સુનિલભાઈ ગામીત, શ્રી પુનાભાઈ ગામીત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે તા.12 થી 18 ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં વૃક્ષરથ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણ કરી નાગરિકોને વૃક્ષાપણ માટે પ્રેરિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વિવિધ સ્થળોએ રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવા અને આપણી ધરતીને વૃક્ષો વાવી હરીયાળી બનાવવા માટે વક્ષોનાં વાવેતરમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણીયા, ડી.એફ.ઓશ્રી આનંદકુમાર, મદદનીશ વન સંરક્ષક, વ્યારા શ્રી અરૂણકુમાર, નાયબ વન સરંરક્ષક સામાજીક વનિકરણ વિભાગ, સુરત શ્રી સચીન ગુપ્તા દ્વારા તાપી જિલ્લાની જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
0000000000000000