આહવા કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા હર ધર તિંરગા રેલી યોજવામા આવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 08: સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા તથા સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા કોલેજના સંયુક્ત ઉપક્રમે NSS વિભાગ, જિમખાના સમિતિ, SRC સમિતિ દ્વારા ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ જિલ્લાકક્ષાએ “હર ઘર તિરંગા” રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
રેલીની શરૂઆત કોલેજ કેમ્પસમા “હર ઘર તિરંગા”ની શપથ વિધિ સાથે કોલેજના આચાર્યશ્રી ગાંગુર્ડે તથા વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી એ.જી.ધારીયા અને બંને કોલેજના અધ્યાપકશ્રીઓના નેજા હેઠળ ગાંધીબાગ સુધી પહોંચ્યા હતા.
ગાંધીબાગ સર્કલ પાસે ડાંગ જિલ્લાના માનનિય કલેક્ટરશ્રી ભાવિનભાઈ પંડયાએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી આ વિશાળ રેલી તથા આહવા નગરના ગ્રામજનોની ઉપસ્થિતિમાં “હર ઘર તિરંગા”ની શપથ લેવડાવામાં આવી અને ભારતની સ્વતંત્રતાના નારાઓના જયઘોસથી આ પ્રેરણાદાયી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ ભવ્ય અને વિશાળ રેલી આહવાના મુખ્ય રસ્તો અને બજારમાંથી થઈને ફુવારા સર્કલ પાસે પહોંચ્યા હતા. ફુવારા સર્કલ પાસે ફરીથી કોલેજના બંને આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમા પ્રા.જયેશભાઈ ગાવિત દ્વારા “હર ઘર તિરંગા”ની સપથ લેવડાવામાં આવી હતી. ત્યારબાદ રેલી આશ્રમ રોડ,પ્રવાસી ઘર, સિવિલ હોસ્પિટલ થઈને કોલેજ કેમ્પસમાં પહોંચ્યા હતા.
સદર રેલીમા બંને કોલેજના 1200 જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ તથા ગ્રામજનો જોડાયા હતા. કોલેજ કેમ્પસમાં આ વિશાળ રેલીને બંન્ને કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા સંબોધવામાં આવી હતી અને અંતે NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર પ્રા.વિનોદભાઈ ગવળી દ્વારા આભાર વિધિ કરી, જિમખાના સમિતિના અધ્યક્ષ પ્રા.હિતાક્ષીબેન દ્વારા વિદ્યાર્થીઓને સાવધાનની સ્થિતિમાં“રાષ્ટ્ર ગીત” ગાઈને રેલીને પૂર્ણ જાહેર કરી હતી.
–