નિઝર/કુકરમુંડા તાલુકાઓનાં આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી સગવડ ઊભી કરાવવા માંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : જન ક્રાંતિ સેના દ્વારાં કુકરમુંડા તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે, નિઝર/કુકરમુંડા તાલુકાઓમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી. બંને તાલુકાઓમા આદિવાસીઓ વસવાટ ધરાવતો વિસ્તાર છે . આ કેન્દ્ર પર સોનોગ્રાફી, સીટી સ્કેન, લેબોરેટરીની પૂરતી સગવડ કરવામાં આવેલ નથી. જેના કારણે આદિવાસી વિસ્તારના ગરીબ આદિવાસી લોકો મહારાષ્ટ્ર માં દવાખાનામાં જવા માટે મજબુર બની ગયા છે. આદિવાસી સમાજના લોકો ખાનગી દવાખાને જવા માટે બીજા પાસે ઉછીના લઈ મજબૂર થઈને નંદુરબારમાં ખાનગી દવાખાનામાં ઈલાજ કરવા માટે જવુ પડે છે. તો શું બંને તાલુકામાં સરકારી હોસ્પિટલ આવેલ છે પણ પૂરતી સગવડ ના મળતી હોય તો એટલી મોટી સરકારી હોસ્પિટલ શોભા ના ગાંઠીયા સમાન છે. ઇમરજન્સી ઈલાજ માટે નંદુરબાર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. સરકારી દવાખાનાના ડોક્ટરો પોતે લોકોને જણાવે છે કે આપણા દવાખાનામાં સગવડ નથી, જેથી તમે ખાનગી દવાખાને રિપોર્ટ કરાવી લઈ આવો. તો આદીવાસી સમાજમાં એવા અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના આદિવાસી વિસ્તારનાજ જિલ્લા પંચાયતના પ્રમુખ,અને આદિવાસી વિસ્તારના જ તાલુકા પંચાયતના પ્રમુખ છે. છતાં પણ સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ મળતી નથી ? શુ આદિવાસી વિસ્તારના લોકોને સરકારી હોસ્પિટલમાં પુરી સુવિધાઓ કરી આપવામાં આવશે ? કે પછી તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.