તાપી જિલ્લા કલાકારો જોગ : કલા મહાકુંભ-૨૦૨૨ માટે અરજીઓ મંગાવાઇ
રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/૦8/2022
…………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. 05: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત ગમત કચેરી તાપી દ્વારા કલા મહાકુંભ-2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાંસ્ક્રુતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં સાહિત્ય વિભાગમાં સાહિત્ય વિભાગ (૧) વકૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) કાવ્ય લેખન, (૪) ગઝલ શાયરી, (૫) લોકવાર્તા, (૬) દુહા-છંદ-ચોપાઈની સ્પર્ધાઓ, કલા વિભાગમાં (૧) ચિત્રકલા, (૨) સર્જનાત્મક કારીગરી, નૃત્ય વિભાગમાં (૧) લોક નૃત્ય, (૨) રાસ, (૩) ગરબા, (૪) ભરતનાટ્યમ, (૫) કથ્થક, (૬) કુચિપુડી, (૭) ઓડીસી, (૮) મોહીનીઅટ્ટ્મ, ગાયન વિભાગમાં (૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), (૨) સુગમ સંગીત, (૩) લગ્ન ગીત, (૪) સમૂહ ગીત, (૫) લોકગીત / ભજન, વાદન વિભાગમાં (૧) હાર્મોનિયમ (હળવું), (૨) તબલા, (૩) ઓર્ગન, (૪) સ્કુલ બેન્ડ, (૫) વાંસળી, (૬) સિતાર, (૭) ગિટાર, (૮) સરોદ, (૯) સારંગી, (૧૦) પખાવજ, (૧૧) વાયોલીન, (૧૨) મૃદંગમ, (૧૩) રાવણ હથ્થો, (૧૪) જોડિયા પાવા અને અભિનય વિભાગમાં (૧) એકપાત્રીય અભિનય, (૨) ભવાઈ જેવી વગેરે કૃતિઓની સ્પર્ધા યોજાશે.
જે અન્વયે તાપી જિલ્લામાં આ સ્પર્ધાઓમાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોની સુવિધા માટે તાલુકા કક્ષાએ તાલુકા કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે. જેથી ઉપરોક્ત સ્પર્ધઓમાં ભાગ લેવા ઇચ્છુંક કલાકારોએ જે-તે તાલુકા કક્ષાએ પોતાનું અરજીફોર્મ તાલુકા કન્વીનરોને પહોચાડવાનું રહેશે.
તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા સ્પર્ધાના સ્તર રહેશે, તાલુકા કક્ષાએ ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૮/૦૮/૨૦૨૨ સુધીમાં તાલુકા કન્વીનરશ્રીને જમાં કરાવવાનું રહેશે. જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષાએ ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૮/૦૮/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત કચેરી C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપી ખાતે જમાં કરાવાના રહેશે. તા.૧૮/૦૮/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં .
આમ કલા મહાકુંભની વિગતવાર નિયમો બાબતે વધુ જાણકારી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-6 પ્રથમ માળથી મેળવી શકાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
rathodpradip0588@gmail.com