ગરબા પર ૧૮% ટેક્સ લાદવામા આવતા વઘઇ ખાતે આમ આદમી પાર્ટી ડાંગના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આજરોજ તારીખ: ૦૩/૦૮/૨૦૨૨ ના રોજ ડાંગ જિલ્લાના વઘઇ ખાતે ગરબા પર ૧૮% ટેક્સ સરકાર દ્વારા લાગુ કરતા આમ આદમી પાર્ટી ડાંગના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભાજપ સરકાર એ એક એવી પ્રથમ સરકાર છે. જે ગરબા પર પણ ટેક્સ લગાવી ગુજરાત ની પ્રજાની આસ્થા ને ઠેસ પોહચાડી છે. અને લોકોની લાગડીને દુભાવી છે. જેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તેમજ આ વધતી મોંઘવારીમાં એક સાધે ત્યાં તેર તુટે જેવી વિપરીત પરિસ્થિતિ નું નિર્માણ કરી લોકોની મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે. અને લોકોને ખુલ્લે આમ લૂંટવાનું કામ કરી રહી છે. અને લોકોને જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. જેનો આમ આદમી પાર્ટી ડાંગ સખત શબ્દોમાં વખોડી કડિયેછીયે. જો સરકાર દ્વારા આવીજ રીતે ટેકસમાં સતત વધારો કરવામાં આવશે સરકાર દ્વારા તો સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની જશે. જેના વિપરીત પરિણામો સંભવી શકે છે. જેના માટે સરકાર જવાબદાર છે. ગરીબી, બેરોજગારી,ભ્રષ્ટાચાર જેવી પરિસ્થિતિમાં જીએસટી નો માર લોકોને આજે આત્મહત્યા, તેમજ અન્ય વિપ્રિત પરિસ્થિતિ તરફ લયી જયી રહ્યો છે. જેના માટે આ ભાજપ સરકાર જવાબદાર છે.આ ભ્રષ્ટ ભાજપ સરકારની લોકો ત્રાહિમામ કરી ત્રસ્ત થઇ રહ્યા છે. જેનું ગભિર પરિણામ આ ભાજપ સરકારને ભોગવવું પડશે.