તાપી જિલ્લા ખાતે “નારી વંદન ઉત્સવ”ના ત્રિજા દિવસે “મહિલા સ્વાવલંબન દિવસ”નો કાર્યક્રમ ઉજવાયો
તાપી જિલ્લામાં નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીના ભાગરૂપ “સ્વરોજગાર મેળા” નું આયોજન કરવામાં આવ્યું
……………………
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) :તા. 03 તાપી જિલ્લા ખાતે “મહિલા સ્વાવલંબન દિવસ” ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણીના ભાગરૂપ “સ્વરોજગાર મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ સોનલ પાડવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડિ.પી.વસાવા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સિનિયર ઉદ્યોગ નિરિક્ષક ડિ.એમ.રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમનમાં સોનલબેન પાડવી દ્વારા ગ્રામ્ય મહિલાઓના સશક્તિકરણ અને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાની આગવી ભાગીદારી અંગેની ચર્ચા કરવામા આવી હતી. સાથે સાથે મહિલાઓને રોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ડી.પી.વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ એજન્સીઓની વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ સાથે રોજગાર દાતાઓમાં ૭ ખાનગી કંપનીઓ દ્વારા રોજગાર ઇચ્છુક મહિલાઓને રોજગારી આપવા હેતુસર હાજર રહ્યા હતા. જેમા ૫૬૧ બહેનો એ સ્વ-રોજગાર મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
0000000000
Greetings! Very helpful advice within this article! It is the little changes that will make the most significant changes. Thanks a lot for sharing!