‘હર ઘર તિરંગા’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેકટોરેટ ખાતે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક 

Contact News Publisher

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુબીર ખાતે યોજાશે ;

9મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાશે;

12મી ઓગસ્ટ ‘વન મહોત્સવ’ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુબીર ખાતે યોજાશે;

(અર્જુન  જાધવ દ્વારા, વધઈ) : તા: 02: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા આજે કલેકટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષતામા ઉચ્ચસ્તરીય બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

સરકારશ્રીના ‘હર ઘર તિરંગા’ સ્વતંત્રતા દિવસની ઉજવણી, વિશ્વ આદિવાસી દિનની ઉજવણી તેમજ વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો અંગે સમીક્ષા કરવામા આવી હતી.

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુબીર ખાતે ‘નવ જ્યોત માધ્યમિક ‘ શાળામા યોજવામા આવનાર છે. તેમજ વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ દગડીઆંબા ખાતે, અને આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગડદ ખાતે યોજવામા આવશે. આ કાર્યક્રમમા આયોજન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતે જિલ્લા અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતુ કે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ આપણો પોતાનો કાર્યક્રમ છે. જેમા દરેક વર્ગ, સમાજ, ધર્મ, દરેક વ્યક્તિ અને ઘરના લોકો, વિદ્યાર્થીઓ સહભાગી થાય તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલથી પ્રયાસ કરવા જિલ્લા અધિકારીઓને આહવાન કર્યું હતુ.

9 મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણીના ભાગરૂપે પ્રાયોજના વહીવટદાર શ્રી કે. જે. ભગોરાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજવામા આવશે.

12મી ઓગસ્ટ જિલ્લામા ‘વન મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા જિલ્લા લેવલનો કાર્યક્રમ સુબીર ખાતે યોજવામા આવનાર છે. તેમજ આહવા ખાતે તાલુકા કક્ષાનો અને વઘઈ ગીરા ધોધ પાસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામા આવશે. ‘વન મહોત્સવ’ મા જિલ્લામા 7 લાખ રોપાઓનુ વિતરણ કરવામા આવશે. આ બાબતે ઉત્તર વન વિભાગના ડી. સી.એફ શ્રી દિનેશભાઇ રબારીએ જરૂરી વિગતો અને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. સાથે જ વ્યાપક વૃક્ષારોપણનો લક્ષ સિદ્ધિ હાંસલ કરવાની હાકલ કરી હતી.

કલેકટર કચેરીના સભાખંડમા યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમા ડાંગ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, ઉત્તર ડી. સી. એફ શ્રી દિનેશભાઇ રબારી અને દક્ષિણ ડી. સી. એફ. શ્રી રવિ પ્રસાદ, પ્રાયોજના વહીવટદાર શ્રી કે. જે. ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. જી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, માર્ગ અને મકાન અને સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ, ત્રણેય તાલુકાના મામલતદારશ્રીઓ, અને ટી. ડી. ઓ. તેમજ સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other