સી. એન કોઠારી હીમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ચામડી રોગ વિષે સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન , ઓફ ઈન્ડિયા , વ્યારા યુનિટના સહયોગથી તા . ૨૬ મી જુલાઈ ૨૦૨૨ મંગળવારના રોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું . જેમા મુખ્ય વક્તા તરીકે ડૉ . સુઘીરભાઈ જોષી , ( વલસાડ ) ના એ સેવા આપી . સેમિનારનો વિષય હતો “ Homeopathic Approach In Skin Disorder ‘ વકતાએ ચામડી રોગ વિષ જુદાજુદા ઉદાહરણ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી . તે વિશે વિસ્તૃત રજુઆત કરી હતી . આ સેમિનારનો તૃતીય વર્ષ અને ચતુર્થ વર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણે લાભ લીઘો હતો . સમગ્ર સેમિનાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ખૂબજ પ્રેરણાદાયી રહ્યો હતો . આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સેમિનાર સમિતિ દ્વારા કોલેજના આચાર્યાશ્રી ડૉ . જ્યોતિબેન રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ .