ભારતીય માનક બ્યુરો દિલ્હીના સુરત રીજીયોનલ ઓફીસ દ્રારા તાપી જીલ્લાની ૫૦ શાળાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવવા માટે રિસોર્સ પર્સન (R.P) તરીકે વિરપુર વિધાકુંજ વિદ્યાલયના આચાર્ય કેતન શાહની નિમણુક કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી કેન્દ્ર સરકારના વિભાગ ભારતીય માનક બ્યુરો દિલ્હી સંચાલિત સુરત રીજીયોનલ ઓફીસ દ્રારા ISI અને Standard અંગે બે દિવસીય નિવાસી તાલીમ સુરત ખાતે વર્કશોપ યોજ્યો. જેમાં તાપી જિલ્લાની ૨૨ માધ્યમિક શાળાઓના શિક્ષકોએ ભાગ લીધો.
આજરોજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દિલ્હીના સુરત વિભાગ દ્રારા વસ્તુઓ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ તેમાં ક્યાં પ્રકારનું ટેસ્ટીંગ, વપરાતા પદાર્થો, સુધ્ધતા, ગુણવત્તા યુક્ત, જરૂરિયાતવાળું સ્વાસ્થ્ય બચાવ, ઇકો ફેન્ડલી, સ્વાદયુક્ત, વ્યવહારુ કિંમતવાળું, મનપસંદ થાય તેવી વસ્તુઓનું સ્ટાન્ડર્ડ બનાવે, તેના પર દેખરેખ રાખે. ISO 9001નું પ્રમાણપત્ર આપે, ISI માર્કો આપે તેવી ભારતીય માનક બ્યુરો દ્રારા શિક્ષકોને માર્ગદર્શન આપે શાળાઓમાં BIS દ્રારા કાર્યરત બાબતોનો પ્રચાર-પ્રસાર થાય, સ્પર્ધાઓ યોજાય અને વધુમાં વધુ સ્ટાન્ડર્ડ વસ્તુઓના જ ઉપયોગ કરાય જેમાં ISI નો માર્કો હોય તેવી જ વસ્તુઓનો વપરાશ વધે તેનું માર્કેટિંગ થાય તેથી માનવજીવનનું સ્વાસ્થય તંદુરસ્ત થાય લોકો સુખી સંપન્ન થાય.