તાપી જિલ્લામાં “સંસ્કૃતિ કી ઝંકાર” ઝંકૃતિ-૨૦૨૨ ભાગ લેવા અંગે જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) દ્વારા ૧લી જુનના રોજ “ઝંકૃતિ ૨૦૨૨ – સંસ્કૃતિ કી ઝંકાર” કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ગાયન (શાસ્ત્રીય, હળવુ અને સમુહ ગીત), વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોક નૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષ થી ઓછી વયના, ૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજુથ ધરાવતા યુવક-યુવતીઓ ઘરેથી વિડિયો બાનાવીને વેબ સાઈટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે.

ઝંકૃતિએ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે જે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે.

વધુ માહિતિ આ લીંક ઉપર ઉપલબ્ધ છે www.jhankrit.org તેમજ અન્ય માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત (મોબાઈલ નંબર ૯૯૭૮૩૨૧૨૪૯) નો સંપર્ક કરવાનો રહેશે તેમ તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other