સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢ એન.એસ.એસ. વિભાગ દ્વારા “ ગુરુ વંદના ” કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢ ખાતે આજરોજ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને ગુરુના મહત્વ વિષય પર વિચાર ગોષ્ઠી અને ગુરુ વંદના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતું . જેમા મુખ્ય વકતા તરીકે શ્રી રાહુલભાઇ શિમ્પી હાજાર રહ્યા હતા . ગુરુ વશિષ્ઠ , ગુરુ દ્રોણાચાર્ય , ગુરુ સાંદિપની , સ્વામી રામકૃષ્ણ પરમહંસ , સ્વામી વિવેકાનંદ . બુદ્ધ જેવા ભારતીય સંસ્કૃતિના મહાન ગુરુઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ગુરુનો મહિમા સમજાવ્યો હતો . સાથે રાષ્ટ્ર ભકિત પર ભાર મુકયો હતો . હાલના સમયમાં વિદ્યાર્થીકાળ ના સમયમાં પણ q1જુદી જુદી રીતે રાષ્ટ્ર ભકિત કરી શકાય એ બાબત એમણે વિવિધ ઉદાહરણ આપી સમજાવી હતી . કોલેજના આચાર્યશ્રી ડો . આર.એ.પટેલ સાહેબે સ્વાગત પ્રવચન કર્યુ હતુ સાથે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતુ . સમગ્ર કાર્યક્ર્મનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીઆર.એસ.ગામીત તેમજ શ્રી મનેશભાઇ બારે સાહેબે કર્યુ હતું . આભારવિધિ પ્રા.ધવલભાઇ મકવાણાએ કરી હતી.કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો તેમજ એનએસએસના સ્વયં સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other