તાપી જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
“જે નાગરિકોના આધાર કાર્ડ વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ સાથે લીંક થયા નથી તેઓને વહેલી તકે લીંક કરાવવા જરૂરી છે”: જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિય
……………….
ચોમાસાની ઋતુમા એવી દુકાનો જ્યાં વરસાદના કારણે પુલ-કોઝ વે ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઇ શકે તેવી દુકાનોને પ્રાધાન્ય આપી યોગ્ય પુરવઠો પહોચાડવાનુ સુચન કરતા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૧૬: તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, જિલ્લામાં વેરીફાઇડ આધારની ટકાવારી ૯૬.૯૮ ટકા છે જેને નાગરિકોને અને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા લોકોને જાગૃત કરી ૧૦૦ ટકા કરાવવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં જે નાગરિકોના આધાર કાર્ડ વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ સાથે લીંક થયા નથી તેઓને વહેલી તકે લીંક કરાવવા જરૂરી છે. આ સાથે ચોમાસાની ઋતુમા એવી દુકાનો જ્યા વરસાદના કારણે પુલ-કોઝ વે ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઇ શકે તેવી દુકાનોને પ્રાધાન્ય આપી યોગ્ય પુરવઠો પહોચાડવા ખાસ સુચનો કર્યા હતા.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયાએ ઉપસ્થિત સૌ સભ્યોને પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી જેમાં વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં જુન-માસ દરમિયાન ૨૨૬ ટ્રાન્ઝેકશન, ૭૭- આંતર જિલ્લા અને ૧૪ આંતર રાજ્ય ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્યા અંગે જાણકારી આપી હતી. નોન એન.એફ.એસ.એ બી.પી.એલ.રેશનકાર્ડ ધારકોને અન્ય જે-તે કેટગરીમાં તબદીલ કરવાની કામગીરી હેઠળ આજ દિન સુધી કુલ-૩૭૯ કાર્ડને તબદીલ કર્યા અંગે જાણકારી આપી હતી. અંતે ચોમાસા -૨૦૨૨માં આગોતરા આયોજનના લેવાયેલ પગલા અંગે સૌને અવગત કર્યા હતા.
બેઠકમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, નાયબ મામલતદારશ્રીઓ સહિત જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦