તાપી જિલ્લામાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા
વ્યારા તાલુકાના વિવિધ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોંચી
……………….
વંદે ગુજરાત વિકાસ યાત્રા વાજતે ગાજતે વ્યારાના ખોડતળાવ મુકામે આવી પહોંચી
……………..
(માહિતી,બ્યુરોવ્યારા તાપી):તા-૧૬:તાપી જિલ્લાના ખોડતળાવના આંગણે આવી પહોંચેલી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાતના 20 વર્ષોના વિકાસની ગાથા સાથે, અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને ખોડ તળાવ,કણજા ,કાળાવ્યારા ,બેડકૂવાદૂર,ઉચામાળા ગામે પહોંચી હતી..
જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીનાં અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખોડતળાવ, કણજા ,કાળાવ્યારા ,બેડકૂવાદૂર, ઉચામાળા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હ્તો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજ રોજ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા વ્યારા તાલુકાના ગામોના વિવિધ વિસ્તારમાં જઈ સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અને સાફલ્ય ગાથાઓની ઝાંખી દર્શાવતા ચલચિત્રો સાથે પરિભ્રમણ કર્યું હતું સાથે દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય વિતરણ ,વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
ખોડતળાવ વિસ્તારમાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાએ લોકોને સરકારની યોજનાના લાભોની માહિતી પહોંચતી કરી હતી. વિકાસ યાત્રાના રથ પર એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને સરકારની આર્થિક સહાયથી પગભર થયેલા લોકોની ગાથા પણ રજૂ કરાઈ હતી. વિકાસ રથ યાત્રાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, સરપંચશ્રી, તલાટીશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, જિલ્લા લાઈઝ્ન અધિકારીશ્રી,ગામના આગેવાનો સહિત અન્ય અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, આંગણવાડીની બહેનો અને શિક્ષકો તથા શાળાના બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
00000000