તાપી જિલ્લાનો વરસાદ : છેલ્લા ૨૪ કલાકમાં સૌથ વધુ વરસાદ ડોલવણ તાલુકામાં-226 મિ.મિ. અને સૌથી ઓછો નિઝર તાલુકામાં-13 મિ.મિ. વરસાદ નોંધાયો
મોસમના કુલ વરસાદમાં 1247 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં ટોચનું સ્થાન જાળવી રાખતો ડોલવણ તાલુકો
————-
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)-તા. 14: જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ ના જણાવ્યાનુસાર તાપી જિલ્લામાં 14મી જુલાઇના રોજ સવારના ૬-૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં-226 મિ.મિ. અને સૌથી ઓછો નિઝરમાં-13 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના વાલોડ તાલુકામાં 113 મિ.મિ, વ્યારા તાલુકામાં 54 મિ.મિ., અને સોનગઢ તાલુકામાં- 45 મિ.મિ.,ઉચ્છલ તાલુકામાં 43 મિ. મિ., કુકરમુંડા તાલુકામાં 19 મિ. મિ વરસાદ નોધાયો છે સાથે તાપી જિલ્લા માં જિલ્લામાં આજ દિન સુઘી સરેરાશ-513 મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ તાપી જિલ્લા ફ્લડ નિયંત્રણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન તાલુકાવાર જોઈએ તો અત્યાર સુધીમાં કુકરમુન્ડા 354 મી.મી, ડોલવણ 1247મી.મી, ઉચ્છલ 558મી.મી, સોનગઢ 732 મી.મી, વ્યારા 889 મી.મી., નિઝર 297મી.મી અને વાલોડ 870મી.મી મળી કુલ- 4947 મી.મી. વરસાદ સાથે જિલ્લામાં સરેરાશ 352.52 મી.મી વરસાદ નોધાયો છે.
જિલ્લાના ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો ઉકાઈ ડેમ-326 ફૂટ અને ડોસવાડા ડેમ-406 ફૂટની સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ તાપી જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
૦૦૦૦૦૦