તાપી જિલ્લા તંત્ર “Prepared for worst” મોડ ઓન
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામા આવી
……………..
-આલેખન-વૈશાલી જે.પરમાર
માહિતી બ્યુરો વ્યારા-તાપી ૧૩: સમગ્ર ગુજરાત ભારે વરસાદને પગલે જિલ્લાઓમાં સંભવિત પુરની આપત્તિ મંડરાય રહી છે. જેથી રાજ્ય કક્ષાએથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે જે-તે જિલ્લાઓમાં મુકવામાં આવી છે. તાપી જિલ્લામાં કુલ-૨૫ સભ્યોની એનડીઆરએફની ટીમ અને કુલ- ૨૫ સભ્યોની એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. જેમાંથી એનડીઆરએફની ટીમ ડોલવણ તાલુકા મથકે અને એસડીઆરએફની ટીમને સોનગઢ ખાતે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
તાપી જિલ્લાના વિસ્તારને અનુલક્ષિને જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની સલાહ સુચનો અનુસાર ટીમોને તાલુકા કક્ષાએ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે પવન પણ ફુંકાઇ શકે તેવી આગાહીના અનુસંધાને રેડ ઝોનમા આવતા જિલ્લાઓમાં તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે તાપી જિલ્લામાં સ્થાનિક કક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર “Prepared for worst”/“પ્રેપેર્ડ ફોર વોર્સ્ટ” મોડમાં છે. જેથી કપરામાં કપરી પરિસ્થિતિને પણ સુચારૂ રીતે પહોચી વળવાનું માઇક્રોપ્લેનિંગ તાપી જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર- કે કે ગામીતે જણાવ્યું હતું કે,
હવામાન વિભાગની આગાહી મુજબ પુર્વ તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લામાં જિલ્લા તાલુકા કક્ષાના ફ્લ્ડ કંટ્રોલરૂપ ૨૪ કલાક કાર્યરત છે. જેમાં ૧૬૬ આપદા મિત્રોને એક્ટીવ કરાયા હતા. આ સાથે રાજ્ય કક્ષાએથી સુરતની એસડીઆરએફ ટીમ અને પંજાબ રાજ્યમાંથી એનડીઆરએફની ટીમ તથા સ્થાનિક ધોરણે વ્યારા અને સોનગઢ ખાતે ફાયર વિભાગની ટીમ અને ૯૫ જેટલા સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત બચાવ કામગીરીના સંશાધનો જેવા કે, લાઇફ ગાર્ડ, દોરડા, લાઇફ રીંગ, બોટ પણ એવી રીતે વહેચણી કરવામાં આવી છે કે જેના થી જિલ્લામાં કોઇ પણ સ્થળે બનાવ બને તો ઝડપથી પહોચી શકાય અને ત્વરિત પગલા લઇ જાનમાલન નુકશાનને નિવારી શકાય. આ ઉપરાંત જિલ્લાનો ઇમરજન્સી હેલ્પ લાઇન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ અને મોબાઇલ નંબર-૬૩૫૨૫૮૯૪૬૪ જાહેર જનતાને રાહત અને બચાવ માટે ૨૪*૭ કાર્યરત છે. તાપી જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ કર્મચારી-અધિકારીઓ રાતદિવસ કોઇ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે સ્ટેન્ડ બાય પર રહી કામગીરીમાં જોડાઇ ગયા છે. આ સાથે નાગરિકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂરી માહિતી ત્વરીત પહોચાડવામાં આવી રહી છે.
આગવી સુઝબુઝ અને પ્લાનિંગ દ્વારા કોઇ પણ સમસ્યાને સરળતાથી હલ કરી શકાય છે. આ ઉક્તિ તાપી જિલ્લા વહિવટી તંત્રની કામગીરીને દર્શાવે છે. જિલ્લામાં પડી રહેલા મુશળ ધાર વરસાદ, ડોસવાડા ડેમ છલકાવો, અનેક રસ્તાઓ ઉપરથી પાણી જવા, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવા જેવી અનેક સમસ્યાઓ હોવા છતા એક-એક કરી તમામ સમસ્યાઓને ગણતરીના કલાકોમાં “ક્વીક એક્શન, સ્માર્ટ ડિશીશન” લઇ પ્રજાની વ્યથા બખુબી હલ કરી રહ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦